પોરબંદરઃ રાજ્ય સરકારે ગરીબ અને મધ્યમ પરિવારોને વિનામુલ્યે અનાજ વિતરણ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. સમગ્ર રાજ્યમાં 7 મે થી NON NFSA APL-1 કાર્ડ ધારકોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવશે.
પોરબંદરમાં સરકારે અનાજનો પુરતો પુરવઠો ફાળવ્યો - કોરોના વાઈરસ પોરબંદર
રાજ્ય સરકારે ગરીબ અને મધ્યમ પરિવારોને વિના મુલ્યે અનાજ વિતરણ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. સમગ્ર રાજ્યમાં 7 મે થી NON NFSA APL-1 કાર્ડ ધારકોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવશે.
porbandar
કોરોના વાઈરસને લઈ ચાલી રહેલા લોકડાઉન દરમિયાન ગરીબ લોકોને ખાવાના પણ ફાંફા પડી રહ્યાં છે. આ સાથે જ અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે સરકાર દ્વારા જરૂરિયાતમંદ લોકોને વિનામુલ્યે અનાજ વિતરણ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
પોરબંદર જિલ્લામાં સરકાર દ્રારા અનાજનો પુરવઠો ફાળવવામાં આવ્યો છે. જિલ્લા પુરવઠા અધિકારી વિવેક ટાંકે સરકારી ગોડાઉન ખાતે સરકાર દ્વારા ફાળવવામાં આવેલા અનાજના પુરતા પુરવઠાનું નિરીક્ષણ કરી કર્મચારીઓ સાથે સમીક્ષા કરી હતી.