ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરમાં પેઇન્ટીંગ કરીને કોરોના યોદ્ધાઓને બિરદાવતી યુવતી - પોરબંદર ન્યૂઝ

પોરબંદરના વિનિષા બહેને પોતાના પેઇન્ટીંગ્સ દ્વારા કોરોના યોદ્ધાઓને બિરદાવ્યા છે. અને કોરોનાને હંફાવતા ચિત્રો બનાવી લોકડાઉનનો સદઉપયોગ કર્યો છે.

પેઇન્ટીંગ્સ
પેઇન્ટીંગ્સ

By

Published : May 29, 2020, 8:35 PM IST

પોબંરદર: કોરોના મહામારી સામે યોદ્ધા બનીને COVID-19ના સંક્રમણને લોકોમાં ફેલાતો અટકાવવા માટે દિવસ રાત કામ કરતા વહિવટી કર્મચારીઓ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ, પોલીસ કર્મીઓ, સફાઇ કામદારો સહિતના કોરોના યોદ્ધાની અસરકારક કામગીરીને પોરબંદરના આર્ટીસ્ટ વિનીષાબેન રૂપારેલે વિવિધ ચિત્રો દ્રારા કર્મચારીઓની કામગીરીને બિરદાવી કોરોનાને હંફાવતા ચિત્રો બનાવી લોકડાઉનનો સદઉપયોગ કર્યો છે.
આ સંદર્ભે વિનિષાબેને કહ્યુ કે, કોરોના મહામારીથી બચવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં ચોથુ લોકડાઉન જાહેર કર્યુ હતું. મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીના સંકલનમાં સમગ્ર ગુજરાતમાં આ લોકડાઉનનું ચુસ્ત પાલન થઇ રહ્યુ છે. ત્યારે કોરોનાને પરાસ્ત કરવા દિવસ રાત જોયા વગર કામ કરતા સરકારી કર્મચારીઓ, સેવાભાવી લોકો, ડોકટર્સ, નર્સ, સફાઇ કામદારો કોરોના મહામારીને હરાવવા પરિવારથી દૂર રહીને પણ કામ કરી રહ્યા છે.

વિનિષા બહેને પોતાના પેઇન્ટીંગ્સ દ્વારા કોરોના યોદ્ધાઓને બિરદાવ્યા

આ યોદ્ધાઓનો આભાર વ્યક્ત કરતા ચિત્રો બનાવ્યા છે. તેમણે કહ્યુ કે, હું ચાર વર્ષની હતી ત્યારથી ચિત્રોમા રસ ધરાવુ છુ. સમયાંતરે જુદા જુદા વિષયો પર ચિત્રો તૈયાર કરુ છુ, વર્ષ 2014 તથા 2016મા નેશનલ લેવલપર આર્ટીસ્ટ ઓફ ધ યર તરીકે મારી નિમણૂક કરાઇ હતી. અત્યારે કોરોના સામે લડતા સાચા હિરોની કામગીરીને બિરદાવવા મે જુદા જુદા ચિત્રો તૈયાર કર્યા છે. લોકોએ પણ લોકડાઉનનું પાલન કરી ઘરની બહાર નીકળો તો માસ્ક પહેરવું જોઇએ, આપસમાં સામાજિક અંતર રાખવું જોઇએ જેથી કોરોના મહામારીનો અંધકાર દૂર કરવામાં આપણને વહેલી સફળતા મળે.

પોરબંદરમાં પેઇન્ટીંગ કરીને કોરોના યોદ્ધાઓને બિરદાવતી યુવતી

ABOUT THE AUTHOR

...view details