ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદર સિવિલ હોસ્પિટલમાં આગની મોકડ્રીલ યોજાઇ

પોરબંદરની ભાવસિંહજી જનરલ હોસ્પિટલ (કોવિડ હોસ્પિટલ)માં મોકડ્રીલ યોજાઇ હતી. કોવિડ હોસ્પિટલમાં યોજાયેલ મોકડ્રીલમાં પોરબંદર જિલ્લાના વિવિધ ઈમરજન્સી સેવાઓને લગતી કચેરીઓના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. મોકડ્રીલ બાદ ઈમરજ્ન્સી દરમિયાન કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે અંગેની વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.

પોરબંદર
પોરબંદર

By

Published : Jan 6, 2021, 9:06 PM IST

  • આગની ઘટનાથી પોરબંદર સિવિલ હોસ્પિટલમાં મચી દોડધામ
  • ફાયર બ્રિગેડ પાંચ મિનિટમાં ઘટના સ્થળે પહોંચ્યું
  • હોસ્પિટલ સ્ટાફ દ્વારા 100 નંબર પર અનેક વાર કોલ કરવા પડયા

પોરબંદર : ગુજરાતમાં અનેકવાર હોસ્પિટલમાં આગની ઘટનાઓ સામે આવી છે. ત્યારે હોસ્પિટલમાં આગ જેવી દુર્ઘટનાઓ સમયે તકેદારીના ભાગરૂપે સલામતી અંગે જાગૃતિ કેળવાય તથા હોસ્પિટલમાં ઓક્સિજનના બાટલા હોવાથી આગ લાગે તો તેને તુરંત કાબુમાં લેવા અને જાનહાની ટાળવા અગમચેતીના ભાગરૂપે પોરબંદરની ભાવસિંહજી જનરલ હોસ્પિટલ (કોવિડ હોસ્પિટલ)માં મોકડ્રીલ યોજાઇ હતી.

પોરબંદર સિવિલ હોસ્પિટલમાં આગની મોકડ્રીલ યોજાઇ

આગની ઘટનામાં શુ કરવું તે અંગે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન અપાયું

ઘણી હોસ્પિટલોમાં આગના બનાવો બનતા હોય ત્યારે જાનહાની તથા નુકશાન થતુ હોય છે. ત્યારે જો અચાનક આગ જેવી દુર્ઘટના સર્જાય તો તત્કાલિક તેને કાબુમાં લેવા અગમચેતીના ભાગરૂપે ફાયર સેફ્ટી સહિત ઇમરજન્સીની સેવાઓ ઉપલબ્ધ થાય અને આગ કાબુમાં આવે તે માટે સરકારની સુચના મુજબ મોકડ્રીલ યોજાતી હોય છે. કોવિડ હોસ્પિટલમાં યોજાયેલ મોકડ્રીલમાં પોરબંદર જિલ્લાના વિવિધ ઈમરજન્સી સેવાઓને લગતી કચેરીઓના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.પરંતુ હોસ્પિટલ સ્ટાફ દ્વારા 100 નંબર પર અનેક વાર ફોન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 100 નંબર પર કોલ લાગ્યો હતો. મોકડ્રીલ બાદ ઈમરજ્ન્સી દરમિયાન કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે અંગેની વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.

ABOUT THE AUTHOR

...view details