ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરમાં મોબાઈલ પશુ દવાખાનાનો કલેક્ટર અને DDO દ્વારા શુભારંભ - Porbandar district issues

પોરબંદરના પશુપાલકો માટે રાહતના સમાચાર મળી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા GVK-EMRI મારફતે પીપીપી મોડલ પ્રેરિત મોબાઈલ પશુ દવાખાનું શરૂ કરવામાં આવ્યું છે. જેના દ્વારા પશુપાલકોને ગામબેઠા અદ્યતન પશુ સારવાર મળી રહેશે.

પોરબંદરમાં મોબાઈલ પશુ દવાખાનાનો કલેક્ટર અને DDO દ્વારા શુભારંભ
પોરબંદરમાં મોબાઈલ પશુ દવાખાનાનો કલેક્ટર અને DDO દ્વારા શુભારંભ

By

Published : Jul 2, 2020, 8:17 PM IST

પોરબંદર: જિલ્લાના પશુપાલકોને પશુ સારવાર ગામબેઠા મળી રહે તેવા હેતુથી રાજ્ય સરકાર દ્વારા GVK-EMRI મારફતે પીપીપી મોડલથી શરૂ કરાયેલા મોબાઈલ પશુ દવાખાનાની વાનને પોરબંદર જિલ્લા કલેક્ટર ડી.એન.મોદી અને જિલ્લા વિકાસ અધિકારી વી.કે.અડવાણીએ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

પોરબંદરમાં મોબાઈલ પશુ દવાખાનાનો કલેક્ટર અને DDO દ્વારા શુભારંભ

પ્રથમ તબક્કામાં શરૂ કરાયેલી આ યોજનાનો લાભ પોરબંદર તથા કુતિયાણા તાલુકાના 20 ગામોના 27 હજાર જેટલા પશુઓને મળશે.

પોરબંદરમાં મોબાઈલ પશુ દવાખાનાનો કલેક્ટર અને DDO દ્વારા શુભારંભ

પશુપાલકો 1962 નં. પર ફોન કરી તેમના પશુધન માટે આરોગ્ય વિષયક સેવા વિનામૂલ્યે મેળવી શકશે. આ મોબાઇલવાનનું પોરબંદરના પાલખડા તથા કુતિયાણાના ચૌટા ખાતે મુખ્ય મથક રહેશે તેમ પશુપાલન અધિકારી ડૉ. રાવલે જણાવ્યું હતું.

પોરબંદરમાં મોબાઈલ પશુ દવાખાનાનો કલેક્ટર અને DDO દ્વારા શુભારંભ
પ્રથમ તબક્કામાં પોરબંદર જિલ્લાને રાજ્ય સરકાર દ્વારા બે એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. પોરબંદર જિલ્લો ખેતી અને પશુપાલન ક્ષેત્રે આગવુ સ્થાન ધરાવતો હોવાથી રાજ્ય સરકારના આ મહત્વના નિર્ણયથી પશુપાલન વ્યવસાયને વેગ મળશે.
પોરબંદરમાં મોબાઈલ પશુ દવાખાનાનો કલેક્ટર અને DDO દ્વારા શુભારંભ

ફક્ત એક કોલ દ્વારા ઘર આંગણે વિનામૂલ્યે બિમાર પશુઓની સારવાર કરવામાં આવશે. રાજ્ય સરકારના આ મહત્વના નિર્ણયને પોરબંદર જિલ્લાના પશુપાલકોએ આવકાર્યો છે. આ પ્રસંગે જિલ્લા પશુપાલન અધિકારી ડો.કે.બી.રાવલ તથા પશુ ડૉક્ટરો અને પાઇલોટ પણ ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details