પોરબંદરમાં ચોપાટી મેદાન ખાતે દર વર્ષે જન્માષ્ટમી લોકમેળો ઉજવવામાં આવે છે. રાજકોટ બાદ સૌરાષ્ટ્રમાં પોરબંદરનો મેળો બીજા નંબરનો મેળો છે. આ મેળામાં અનેક લોકો મજા માણવા આવે છે. ત્યારે તારીખ 23 થી ચાર દિવસ સુધી શરૂ થતા મેળામાં આ વર્ષે મોતનો કૂવા સહિત મોટી ચકડોળને પણ મંજૂરી સર્ટિફિકેટ ન મળતા ચકડોળ વગરના મેળાની મઝા ફિક્કી પડી જશે.
પોરબંદરમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાશે ચાર દિવસીય જન્માષ્ટમી મેળો - જન્માષ્ટમી
પોરબંદરઃ સૌરાષ્ટ્રભરમાં પોરબંદરનો મેળો ખૂબ જ પ્રખ્યાત છે. આ મેળામાં દૂર-દૂરથી અનેક પ્રવાસીઓ જન્માષ્ટમી દરમિયાન મેળાની મઝા માણવા આવે છે. દરિયાકિનારે યોજાતા આ મેળાનું ખાસ્સુ આકર્ષણ હોય છે. સામાન્ય રીતે મેળો હોય ત્યાં ચકડોળ તો હોય જ પરંતુ આ વખતે રાજ્ય સરકાર દ્વારા સલામતીના પગલે ફિટનેસ સર્ટિફિકેટ ન અપાતા પોરબંદરના મેળામાં ચકડોળ દેખાશે નહિં આથી લોકોમાં નિરાશા પણ વ્યાપી છે.
અમદાવાદમાં કાંકરિયામાં બનેલા બનાવ બાદ રાજ્ય સરકાર દ્વારા ચકડોળના ફિટનેસ સર્ટિફિકેટ અંગેનો નિયમ લઇ આવવામાં આવ્યો છે. જેને કારણે ચકડોળના વેપારીઓને મોટી નુકસાની વેઠવી પડે તેમ હોવાથી ચકડોળ રાખવાનો જ બંધ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પોરબંદરમાં સતત ત્રીજા વર્ષે પણ વરસાદ ઓછો થવાથી દર વર્ષે છ દિવસ માટે યોજાનાર મેળો આ વર્ષે માત્ર ચાર દિવસ જ યોજાશે તેવુ કલેકટર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આથી લોકોમાં વધુ નિરાશા જોવા મળી છે.
પોરબંદરમાં યોજાનાર જન્માષ્ટમી મેળા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોરબંદર પોલીસ દ્વારા પણ કડક બંદોબસ્ત ગોઠવવામાં આવશે. જેની વિગતો આપતા જિલ્લા પોલીસ અધિકારી પાર્થરાજસિંહ ગોહિલે એક પત્રકાર પરિષદ યોજી હતી. શું કહ્યું જિલ્લા પોલીસ વડાએ આવો સાંભળો વીડિયોમાં...