પોરબંદરઃ જિલ્લામાં કોઈપણ જાતની લાયકાત કે ડિગ્રી વગર મેડીકલ પ્રેક્ટીસ કરતા બોગસ ડોક્ટરને શોધી કાઢી તેની વિરુદ્ધ કાર્યવાહી કરવાની સૂચના પોલીસ અધિક્ષક રવિ મોહન સૈનિએ આપી હતી. પોરબંદરના પોલીસ ઇન્સ્પેક્ટર કે.આઈ.જાડેજા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.સી.ગોહિલ દ્વારા એસ.ઓ.જી સ્ટાફના માણસોએ આવા ગેરકાયદેસર મેડીકલ પ્રેકટીસ કરતા બોગસ ડોક્ટરને શોધી કાઢવા સુચના કરેલી હતી.
પોરબંદરમાં કોઈપણ મેડિકલ ડિગ્રી વગર મેડીકલ પ્રેકટીસ કરતો બોગસ ડોક્ટર ઝડપાયો
ધોરણ 10 સુધી અભ્યાસ કરેલ પોરબંદરના રાણાકંડોરણામાં રહેતા બોગસ ડોક્ટર વિપુલ બટુક સત્યદેવ જેની ઉમર વર્ષ 37 છે. રાણાવાવ તાલુકાના ઠોયાણા ગામેથી પોલીસે મેડિકલના સામાન સહિત ઝડપી પાડ્યો હતો. ગુજરાત મેડીકલ પ્રેકટીશનર એક્ટ મુજબ તેના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
જેના આધારે પોલીસ હેડ કોન્સ્ટેબલ કિશનભાઇ ગોરાણીયા અને પોલીસ કોન્સ્ટેબલ સમીરભાઈને મળેલ બાતમીના આધારે શનિવારના રોજ રાણાવાવ તાલુકાના ઠોયાણા ગામે રેડ કરતા વિપુલ બટુકભાઈ સત્યદેવ ફક્ત 10 સુધી અભ્યાસ કરેલો છે અને કોઈ પણ જાતના ડોક્ટરની માન્ય યુનિવર્સિટીની લાયકાત કે ડીગ્રી ન હોવા છતા બોગસ ડોકટર તરીકે મેડીકલ પ્રેક્ટિસ કરી કેપ્સુલ તથા ઇન્જેક્શન વગેરે દવાઓ આપી પ્રેક્ટિસ કરી કેપ્સ્યુલ તથા ટેબ્લેટ તથા ઇન્જેક્શનો તથા મેડીકલ તપાસણી ના સાધનો મળી કુલ ૬૭,603 તથા રોકડ રૂપિયા 8,360 રૂપિયા તથા મોબાઇલ કિંમત 500 મળી કુલ 76,463ના મુદ્દામાલ સાથે અન અધિકૃત રીતે અન્ય વ્યક્તિની શારીરિક સલામતી જોખમમાં મુકાઇ એવી બેદરકારીથી મેડીકલ પ્રેક્ટિસ કરી મળી આવતા તેની સામે ઈપીકો કલમ 336 તથા ગુજરાત મેડીકલ પ્રેકટીશનર એક 1963ની કલમ 30 મુજબ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરેલ છે.
આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર આઈ.કે.જાડેજા તથા પીએસઆઈ એચ.સી.ગોહિલ તથા હેડ કોન્સ્ટેબલ કિશન ગોરાણીયા હરેશભાઈ આહીર, સરમણભાઈ રાતિયા તથા પોલીસ કોન્સ્ટેબલ સમીરભાઈ જુણેજા, વિપુલ બોરીયા, સંજયભાઈ ચૌહાણ તથા ગીરીશભાઈ વાજા દ્વારા કરવામાં આવેલ હતી.