પોરબંદર જિલ્લામાં કોરોનાના 66 સેમ્પલ લેવાયા, 4 પોઝિટિવ કેસ સાથે કુલઆંક 26 - Abdat of passing Corona
પોરબંદર જિલ્લામાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધતો જઇ રહ્યો છે. ત્યારે રવિવારના રોજ કોવિડ હોસ્પિટલમાં 66 સેમ્પલ લેવાયા હતા. જેમાં 62 કેસ નેગેટિવ આવ્યા હતા. જ્યારે 4 પોઝિટિવ કેસ સાથે કુલ આંકડો 26 થયો છે.
પોરબંદરઃ જિલ્લામાં દીવસેને દિવસે સંક્રમિત લોકોમી સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે રવિવારના રોજ તારીખ 12 જુલાઈ 2020ના રોજ કોવિડ હોસ્પિટલમાં 66 સેમ્પલ લેવાયા હતા. જેમાં 62 નેગેટિવ આવ્યા હતા. જ્યારે 4 પોઝિટિવ આવ્યા છે. જેમાં એક 44 વર્ષના પુરુષ જેઓ એક ખાનગી તબીબ પાસેથી સિવિલમાં રીફર કરાયા હતા અને એક જ પરિવારના 2 મહિલા સહિત એક પુરુષ એમ 3 લોકો પોઝિટિવ આવ્યા હતા. ત્રણેય મુંબઈથી આવ્યાની હિસ્ટ્રિ જણાઇ હતી.
પોરબંદરમાં મુંબઈથી કુલ 9 લોકો એક પ્રાઇવેટ કારમાં 1 જુલાઈ 2020ના રોજ આવ્યા હતા. જેમાંથી નિધિ પાર્કમાં રોકાયેલા શાંતિબેન થાનકી ઉમર 88 , અસ્વીન થાનકી ઉંમર વર્ષ 29 તથા ગીતા થાનકી ઉંમર વર્ષ 29 ને રવિવારના રોજ કોરોના પોઝિટિવ આવતા તંત્ર હરકતમાં આવ્યું હતું તેઓ નિધિ પાર્કમાં રોકાયા હતા.
આ ઉપરાંત પોરબંદરની બંગડી બજારમાં દુકાન ધરાવતા અને ડૉ.ભમભાણીના ઘર સામે રહેતા અલતાફ શિયાણીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આરોગ્ય વિભાગ દ્વારા આ વ્યક્તિના પત્નીને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. તથા તેના રહેણાંક વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કર્યા હતા.
પોરબંદરમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં વધારો જણાઈ રહ્યો છે. આગામી સમયમાં વધુમાં વધુ કોરોનાનો કહેર શરૂ થાય તેવી ભીતિ વર્તાઈ રહી છે. પોરબંદરમાં અત્યાર સુધીમાં કુલ 26 પોઝિટિવ કેસ આવ્યા છે. જેમાં 2 ના મોત નિપજ્યા છે. જ્યારે 13 દર્દીઓને કોઈ અસર ન જણાતા હોસ્પિટલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. હાલ પોરબંદરના આઇસોલેશન વિભાગમાં કુલ 11 દર્દીઓ એક્ટિવ છે.