પોરબંદરમાં 2500 લોકો હોમ કવોરેન્ટાઇન, 156 વ્યક્તિને સરકારી સેન્ટરમાં અપાઈ સુવિધા - પોરબંદર કોરોના વાઈરસ
પોરબંદરમાં કોરોના પોઝિટિવ દર્દીના કોન્ટેક્ટમાં આવેલા વ્યક્તિને કોવિડ કેર સેન્ટરમાં ઘરની જેમજ સુવિધા આપવામાં આવે છે.
પોરબંદરઃ કોરોના વાઈરસની મહામારી સામે રાજ્ય સરકારનું સમગ્ર પ્રશાસન તંત્ર લોકોને વધું સંક્રમણ ન થાય તે માટે દિન-રાત કામ કરી રહ્યું છે. પોરબંદર જિલ્લામાં પોઝિટિવ દર્દીઓના નજીકમાં કોન્ટેકમાં રહેલા લોકોને પોરબંદર ખાતે આદર્શ નિવાસી છાત્રાલયમાં કોવિડ કેર સેન્ટર (CCC)માં સાર સંભાળ માટે આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્રનાં સંકલનથી રાખવામાં આવે છે.
પોરબંદર કોવિડ કેર સેન્ટરમાં સોમવાર સુધી 22 લોકોને રાખવામાં આવ્યા છે, ત્યાં બે વખત આરોગ્ય તપાસ અને સાત્વિક ભોજન પણ સરકાર દ્રારા આપવામાં આવે છે. આરોગ્ય વિભાગના તબીબો, નર્સ, પેરા મેડિકલ સ્ટાફ કોરોના વોરિયર બની આ સેન્ટરમાં તેમજ ડીસ્ટ્રીક્ટ કવોરેન્ટાઇન સેન્ટરમાં ફરજ બજાવી રહ્યાં છે.
હાલ પોરબંદર જિલ્લામાં દસ કવોરેન્ટાઇન સેન્ટર કાર્યરત છે. જેમાં વનાણા ખાતે કવોરેન્ટાઇન સેન્ટરમાં અગાઉ એક પોઝિટિવ દર્દી આવતા ત્યાંના 73 સભ્યોને સરકારના નિયમો મુજબ સુવિધા આપવામાં આવી રહી છે. બાકીના 83 લોકો અન્ય સેન્ટરમાં છે. કુલ 156 લોકોને આરોગ્ય તપાસ, મેડીકલ કેર તેમજ ભોજન-ચા-પાણીની સુવિધા આપવામાં આવે છે.