પોરબંદરમાં બે દુકાનના શટર તોડી 1 લાખના મત્તાની ચોરી - Gujarati News
પોરબંદરઃ જિલ્લાના માધવપુર ગામે તા.03/05/19 ના રોજ રાત્રીના સમયે બ્રહ્મકુંડ સામે માધવ શોપીંગ સેન્ટરની 2 દુકાનમાં ચોરે તાળા તોડી હાથ સફાઇ કરી 1 લાખથી વધુ કિંમતની ચોરી કરી ફરાર થઇ જતા દુકાનદારોએ ફરિયાદ નોંધાવી છે.
માધવપુરમાં બ્રહ્મકુંડ સામે માધવ શોપીંગ સેન્ટરમાં આવેલી પ્રકાશભાઇ નાગાજણભાઇ ખુંટી “હરીઓમ” ગેસ એજન્સી નામની દુકાનમાં તથા એભાભાઇ લખમણભાઇ કડછાની "વિપુલ" રિવાઇન્ડીંગ નામની દુકાનમાં તારીખ 03-05-2019ના રોજ રાત્રીના સમયે ”હરિઓમ" દુકાનના ટેબલના ખાનામાંથી રોકડા રૂ.42,800/- તથા "વિપુલ" રીવાઈડીંગ દુકાનમાંથી મોટર બાંધવાના ઇલેક્ટ્રીક કોપર વાયર આશરે 90 કિલો કિ.રૂ.36,000/- તથા જુનો ભંગારના કોપર વાયર આશરે 170 કિલો જેટલો વાયરના બાચકા નંગ-03 કિ.રૂ.34,000/- મળી કુલ રૂ. 1,12,800/- ના મુદામાલની ચોરી કરી જતા તેની ફરિયાદ નોંધી માધવપુર પોલીસેએ ચોરને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે.