પોરબંદરના બોખીરા તુંબડા વિસ્તારમાં રહેતો સાજીદ ગામેતી નામનો શખ્સ પોતાના રહેણાંક મકાનમાં ગાંજાનું વેચાણ કરે છે તેવી બાતમી પોરબંદર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના PI પંકજ દરજીને મળી હતી. ત્યારબાદ તેમણે SOGની ટીમ સાથે સાજીદના મકાનમાં દરોડો પાડ્યો હતો. ત્યાં તેમણે સિલ્વર કલરના સ્કુટર પર સાજીદ તથા યશ ઉર્ફે જલારામ કોટેચા બેઠા હતા. જેમના મકાન અને સ્કુટરની તપાસ કરાતા સ્કુટરમાંથી પ્લાસ્ટિકની પારદર્શક બેગમાં રાખવામાં આવેલા માદક પદાર્થના ચાર પેકેટ મળી આવ્યા હતા.
પોરબંદરમાં રહેણાંક મકાનમાંથી 1 કિલો ગાંજા સાથે બે આરોપી ઝડપાયા - gujaratinews
પોરબંદર: શહેરમાં આવેલા બોખીરા વિસ્તારના એક રહેણાંક મકાનમાં ગાંજાનું વેચાણ કરવામાં આવતું હોવાની માહિતી મળી હતી. જેના આધારે પોરબંદર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો. જેમાં એક કિલો ગાંજા સહીત 75 હજાર રૂપિયાના મુદ્દામાલ સાથે બે શખ્સની ધરપકડ કરી હતી. જ્યારે આ ગાંજો આપનારનું નામ ખુલતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.
Porbandar
પોલીસે તરત FSLઅધિકારીને જાણ કરતા તેઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા. પ્રાથમિક તપાસ કરતા આ પદાર્થ મારીજુઆના એટલે કે ગાંજો હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ પોલીસે મકાનની તપાસ કરાત ત્યાંથી પણ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. આમ પોલીસે સ્થળ પરથી કુલ 74740 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરીને બંન્નેની પૂછપરછ કરતા આ ગાંજો તેને જુબેલી વિસ્તારમાં રહેતા રણજીત ગોરાણીયાએ આપ્યો હોવાની કબુલાત આપતા પોલીસે રણજીત વિરુદ્ધ ગુન્હો નોંધીને તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.