પોરબંદરઃ શહેરમાં મહેસૂલ વિભાગના નિયંત્રણ હેઠળ પોરબંદર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બિન સચિવાલયથી કારકુન, વર્ગ-3 તથા મહેસૂલી તલાટી, વર્ગ-3, તાબાની મહેસૂલી સેવા સંવર્ગમાં ફરજ બજાવતા પોરબંદર જિલ્લાનાં 12 કર્મચારીઓને ગુજરાત સરકાર દ્વારા નાયબ મામલતદાર વર્ગ-3 તાબાની મહેસૂલી સેવા સંવર્ગમાં તદન હંગામી ધોરણે બઢતી આપવામાં આવી છે.
પોરબંદરના 12 મહેસૂલી કર્મીને નાયબ મામલતદાર તરીકે બઢતી મળી
ગુજરાત સરકાર દ્વારા પોરબંદર જિલ્લાના 12 મહેસૂલી કર્મીઓને નાયબ મામલતદાર તરીકે બઢતી આપવામાં આવી.
પોરબંદર જિલ્લાનાં 12 મહેસૂલી કર્મીઓને નાયબ મામલતદાર તરીકે બઢતી આપવામાં આવી
નાયબ મામલતદાર તરીકે બઢતી મેળવવા બદલ પોરબંદર જિલ્લાનાં તમામ 12 કર્મચારીઓને કલેક્ટર ડી.એન.મોદી સહિતના અધિકારીઓએ, પરીવારજનોએ તથા મિત્રો વર્તુળ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારી વચ્ચે મહેસૂલી કર્મીઓ પણ અન્ય કર્મચારીઓની જેમ રાત દિવસ ફરજ બજાવી રહ્યાં છે.