ગુજરાત

gujarat

ETV Bharat / state

રામરાજ્ય રથનું પોરબંદરમાં ભવ્ય સ્વાગત, રામનવમીએ રથ પહોંચશે અયોધ્યા

પોરબંદર: શ્રી રામદાસ મિશન યુનિવર્સલ સોસાયટી દ્વારા 10,000 કિલોમીટરની અને 12 રાજ્યથી પસાર થઈ તારીખ 4 માર્ચ મહાશિવરાત્રીથી 14 એપ્રિલ રામ નવમી સુધી 41 દિવસની રામરાજ્ય રથયાત્રા 2019 ગુજરાતમાં આવેલા પોરબંદરમાં ખાતે આવી પહોંચી હતી. જ્યાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા ધામધૂમ પૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું.

રામરાજ્યના રથનું સ્વાગત કરતા નાગરિકો

By

Published : Mar 30, 2019, 8:43 PM IST

રામરાજ્ય રથયાત્રાના મુખ્ય 5 લક્ષ્ય છે કે, રામ રાજ્યનું પુનઃસ્થાપના, ભારતીય શિક્ષણમાં રામાયણનું પઠન, રામ ભૂમિમાં રામનું ભવ્ય મંદિર નિર્માણતથા સમગ્ર ભારતમાં ગુરૂવારના રોજ સાપ્તાહિક રજા વિશ્વ હિન્દુ દિવસનું ઘોષણા કરવી.

રામરાજ્યના રથ આવ્યો પોરબંદર

પોરબંદર ખાતે આવેલી આ રથયાત્રા 4 માર્ચથી રામરાજ્ય રથનો પ્રારંભ તામિલનાડુના રામેશ્વરથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તમિલનાડુના પોંડિચેરી, તેલંગાણા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર થઈને આ યાત્રા ગુજરાત પહોંચી છે, જે બાદ આ યાત્રા રાજસ્થાન, હરિયાણા, દિલ્હીઅને ઉત્તરપ્રદેશ થઈ રામનવમીના પાવન દિવસે અયોધ્યામાં નગરી પહોંચશે.

આ રથયાત્રામાં શ્રી રામદાસ મિશન યુનિવર્સલ સોસાયટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પરમ પૂજ્ય સ્વામી કૃષ્ણાનંદ સરસ્વતી રાષ્ટ્રીય મહાસચિવ શાંત આનંદ મહર્ષિ સહિતના સાધુઓ જોડાયા હતા. તો મોટી સંખ્યામાં પોરબંદરમાં લોકોએ આ રથનું સ્વાગત કર્યુ હતું. પોરબંદર થઈને નિકળેલી રામ રથ યાત્રા આજે સાંજે દ્વારકા પહોંચશે. જ્યાં પણ તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details