પાટણ: પાટણ પંથકના ગાજરની નિકાસ(Export of carrots) મહારાષ્ટ્ર સહિતના અન્ય રાજ્યમાં પણ થાય છે, પરંતુ આ વખતે ગાજરની આવકમાં ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે. પાટણ શાકમાર્કેટના પ્રમુખ મનોજ પટેલે જણાવ્યું હતું કે, વરસાદ મોડો થવાથી ગાજરનું વાવેતર(Planting of carrots) ઘણા ઓછા પ્રમાણમાં થયું છે. શિયાળામાં માવઠું(Unseasonal rain in Patan) થવાથી ગાજરનું ઉત્પાદન જોઈએ તેવા પ્રમાણમાં થયું નથી અને ગુણવત્તામાં પણ ફરક પડ્યો છે.
ગાજરની આવકમાં થયો ઘટાડો
દર વર્ષે ડિસેમ્બર માસમાં પાટણ શાકમાર્કેટમાં દૈનિક 4,000થી વધુ બોરીની આવક થતી હતી, તેની જગ્યાએ ચાલુ વર્ષે ફક્ત 600થી 700 જેટલી બોરીનીજ આવક થઈ છે. ગાજરની ઓછી આવકના કારણે ખેડૂતોને પણ પોષણક્ષમ ભાવો મળતા નથી અને વેપારીઓ પણ ઓછા પ્રમાણમાં માલ ખરીદી રહ્યા છે. ખેડૂતે જણાવ્યું હતું કે, વરસાદને કારણે ગાજરનું જોઈએ તેવું ઉત્પાદન થયું નથી, અને પુરતા ભાવ પણ મળી રહ્યા નથી.