બેચરાજી તાલુકાના ગોધરાના વતની વિનુજી ઠાકોર પરિવાર સાથે બાઈક પર પોતાના સંબંધીને ઘર ચાણસ્મા તરફ જઇ રહ્યા હતાં. તેઓ ધાણોઘરડા પાસેથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન રાધનપુરથી મહેસાણા જતી એસ.ટી.બસ , ટેમ્પો અને બાઈક વચ્ચે ટ્રીપલ અકસ્માત સર્જાતા બાઈક પર સવાર વિનુજી ઠાકોર, તેમની પત્ની અને પુત્ર રોડ પર પટકાતા તેઓને ગંભીર ઈજાઓ થતા તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
ચાણસ્મા હાઇવે પર ત્રિપલ અકસ્માત, 3નાં ઘટના સ્થળે મોત
પાટણઃ જિલ્લાના ચાણસ્મા નજીક બાઈક, ટેમ્પો અને બસ વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક પર સવાર ત્રણ વ્યક્તિઓના સ્થળ પર જ મોત થયા હતા. અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળા એકત્ર થયા હતા.
ચાણસ્મા હાઇવે પર ટ્રીપલ અકસ્માત, ત્રણના મોત
અકસ્માતને પગલે લોકોના ટોળે ટોળા એકત્ર થઈ ગયા હતાં. અકસ્માતમા એક જ ઘરના ત્રણ વ્યક્તિઓના મોત થતા પરિવારજનોમાં શોક છવાઈ ગયો હતો.
અકસ્માતની જાણ ચાણસ્મા પોલીસને થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોચી હતી. હાઇવે પર સર્જાયેલા ટ્રાફિકને દુર કરી માર્ગ ખુલ્લો કર્યો હતો. પોલીસે ત્રણેયના મૃતદેહનું પંચનામું કરી પી.એમ.અર્થે ચાણસ્મા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યા હતા.