પાટણમાં ચૂંટણી કામગીરીમાં જોડાયેલા અધિકારીઓની મત ગણતરી સંદર્ભે તાલીમ
પાટણ: લોકસભા ચુંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાયા બાદ 23 મેના રોજ તેની મત ગણતરી હાથ ધરાનાર છે. જેને લઈ વહીવટી તંત્ર અને ચુંટણી વિભાગ સજ્જ બન્યું છે. મંગળવારના રોજ જિલ્લા કલેકટર અને અધિકારી આંનદ પટેલની અધ્યક્ષતા હેઠળ સાત વિધાનસભા મત વિસ્તારની ચુંટણીની કામગીરીમાં જોડાયેલા તમામ અધિકારીઓ અને કર્મચારીઓની મત ગણતરી સંદર્ભે તાલીમ યોજવામાં આવી હતી.
સ્પોટ ફોટો
ઉત્તર ગુજરાત યુનીવર્સીટીના કન્વેન્સન હોલ ખાતે કલેકટરના માર્ગદર્શન હેઠળ આ તાલીમ યોજવામાં આવી હતી. જેમાં મત ગણતરી સુપરવાઈઝર ,મદદનીશ તેમજ માઈક્રો ઓબ્ઝર્વ મળી કુલ 300 જેટલા કર્મચારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા. આ તાલીમમાં મત ગણતરી દરમિયાન કેવા પ્રકારની કામગીરી કરવાની રહેશે તે અંગે વિસ્તૃત માહિતી અને તાલીમ અપાઈ હતી.