એકહતોચકો અને એક હતી ચકી... આ વાર્તા સાંભળીને કેટલીય પેઢીઓ મોટી થઇ છે, પરંતુ આજે અફસોસ સાથે કહેવું પડે છે કે, જે ચકા-ચકીની આપણે વાર્તાઓ સાંભળી છે એ કદાચ વાર્તાઓમાં જ રહી જશે. આપણી ભાવિ પેઢી કદાચ જઆ પક્ષીને જોઈ શકશે.બાકી તેના ચિત્રોથી જ આપણે આગામી પેઢીને કહીશું કે આ ચકલીઓને તો અમે પાળેલી અનેજોયેલી છે.ત્યારે આવનારપેઢીને આશ્ચર્ય પણ થશેતેમ કહીએ તો પણ નવાઈ નથી. તેવામાં પાટણમાં રહેતા નવનીતભાઈ આ ચકલીઓને બચાવવા આગળ આવ્યા છે અને સતત તેમનેજાળવણી અને હૂંફ આપી રહ્યાં છે.
પાટણના નવનીતભાઈનો નામશેષ થઈ રહેલો ચકલી પ્રત્યે અનોખો પ્રેમ... - bird
પાટણ: સમગ્ર વિશ્વમાં 20 માર્ચ ચકલી દિવસ તરીકે મનાવવામાં આવે છે. ત્યારે ઘર આંગણાનું પક્ષી ચકલી નામશેષ થવાના આરે છે. આજના દિવસે ચકલીઓને નામશેષ થતી બચાવવા માટે પાટણના ચકલી પ્રેમી નવનીતભાઈનો ચકલીઓ પ્રત્યેનો અનોખો પ્રેમ, પંખીપ્રેમીઓ માટે ઉમંગ ભરી દે તેવો છે. તેઓના ઘરમાં નિર્ભય રીતે ચકલીઓ વસે છે અને બારે માસ ચકલીઓના કલરવથી તેઓનું ઘર ગુંજતું રહે છે.
આધુનિકતાની આંધીએ પશુ-પક્ષીઓની ઘણીપ્રજાતિઓને લુપ્ત કરી દીધી છે.તેમાં પણ કેટલાક એવા પક્ષી પ્રેમીઓ પણ છે જે આવા નામશેષ પક્ષીઓને પાળી તેનું જતન અને સંવર્ધન કરે છે.પ્રકૃતિની આ ધરોહરને આગામી પેઢી માટે સાચવી રાખવાનું ઉમદા કાર્ય કોઈ જાતની પ્રસિદ્ધિ વિના કરી રહ્યાં છે.
પાટણમાં રહેતા અનેનિવૃત જીવન ગાળી રહેલા નવનીતભાઈ ST બસમાં કંડક્ટર હતા.આજે નિવૃત જીવન પરિવાર સાથે ખુશીથી વિતાવી રહ્યાં છે. તેમનો ચકલી પ્રેમજગજાહેર છે અને તેમનું ઘર ચકલી ઘર કે ચકલી નિવાસ તરીકે ઓળખાય છે. તેમના ઘરનાદરેક રૂમમાં ચકલીઓના માળા છે અને 365 દિવસ આ ઘરમાં ચકલીઓ નિર્ભય અને મુક્ત મને નિવાસ કરે છે. ત્યારે પ્રત્યેક વ્યક્તિ લુપ્ત થતી પ્રજાતિને બચાવવા આગળ આવે તે હાલના સમયની માગ છે.