જો કે કેટલાક વેપારીઓ દ્વારા પાલિકાની આ કામગીરીનો વિરોધ કરી હોબાળો મચાવ્યો હતો સાથે જ નગરપાલિકા ખાતે જઈ પાલિકાના પ્રમુખને રજૂઆત કરવા પહોંચ્યા હતા.જો કે નગરપાલિકા દબાણ મામલે કોઈપણ પ્રકારની બાંધ છોડ નહિ કરે તેવો જવાબ આપવામાં આપ્યો હતો.
ગૌરવ પથ પરના દબાણો દુર કરવામાં આવ્યા - Gujarati News
પાટણઃ શહેરમાં જાહેર માર્ગ પર લારી ગલ્લા ધરાવતા વેપારીઓ દ્વારા કરવામાં આવતા દબાણને લઈ આજે નગરપાલિકાએ લાલ આંખ કરી હતી. શહેરના સ્ટેશન રોડ પર આવેલા ગૌરવ પથ પર લારી ધારકો તેમજ પાથરણા કરી નાનો મોટો વેપાર કરતા વેપારીઓ દ્વારા દબાણ કરાતા નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી.
ગૌરવ પથ પરના દબાણો કરવામાં આવ્યા દૂર
આ સાથે જ નગરપાલિકાના વિરોધ પક્ષના સભ્યોએ પણ પાલિકા પ્રમુખ સામે લેતી દેતીનો આક્ષેપ કરતા મામલો ગરમાયો હતો.