ગુજરાત

gujarat

ETV Bharat / state

કોવીડ-19ના સંક્રમણને અટકાવવા પાટણ વહીવટી તંત્રએ એકશન પ્લાન તૈયાર કર્યો - Unlock effect in patan

પાટણ જિલ્લામાં વધી રહેલા કોવિડ -19ના કેસ પર કાબુ મેળવવા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જે મુજબ માસ્ક ન પહેરનાર અને જાહેર સ્થળોએ થુંકનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ કન્ટેઈનમેન્ટ ઝોન તરીકે જાહેર કરાયેલા વિસ્તારો પર સતત નજર રાખી માર્ગદર્શિકા મુજબ સુચારૂ અમલીકરણ કરવામાં આવશે.

કોવીડ 19ના સંક્રમણને અટકાવવા પાટણ વહીવટી તંત્રએ  એકશન પ્લાન તૈયાર કર્યો
કોવીડ 19ના સંક્રમણને અટકાવવા પાટણ વહીવટી તંત્રએ એકશન પ્લાન તૈયાર કર્યો

By

Published : Jul 5, 2020, 7:22 PM IST

પાટણ: જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં કોરોના વાયરસના વધતા સંક્રમણને અટકાવવા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

અનલોક-2 મુજબ જરૂરી નિયંત્રણો સાથે બજાર ખુલ્લા રાખવા સહિતની છૂટછાટ આપવામાં આવી છે. ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરનાર, માસ્ક ન પહેરનાર તથા જાહેરમાં થુકી જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિઓ પાસેથી દંડ વસૂલવાની કાર્યવાહી કરવામાં આવશે.

જિલ્લા કલેક્ટર આનંદ પટેલ જણાવે છે કે, પૂરતી કાળજી અને સાવચેતી રાખી અન્યોને જોખમમાં ન મુકવા સૌ નાગરીકોની સામાજીક જવાબદારી છે. કોરોના વાયરસ જેવી મહામારીના સમયે નાગરીકોનું બેદરકારીભર્યું વર્તન ચલાવી લેવાશે નહીં. માસ્ક પહેરવા અને સામાજીક અંતર જાળવવા જેટલી સામાન્ય બાબતોનું પણ ધ્યાન ન રાખનાર લોકો પાસેથી દંડ વસૂલવો જરૂરી છે.

શહેરી વિસ્તારમાં આસપાસના ગામમાંથી આવતા લોકો પણ માસ્ક વગર પ્રવેશ ન કરે તે માટે શહેરમાં પ્રવેશવાના માર્ગો પર કોરોના ચેકપોસ્ટ ઉભી કરવામાં આવશે. બજારમાં અને જાહેર સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં આવે તે માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. પેસેન્જર વ્હિકલમાં નિયમ મુજબના જ પેસેન્જર માસ્ક પહેરીને બેસે તે માટે વિવિધ ટીમ દ્વારા સતત નજર રાખવામાં આવશે. જો કોઈ મુસાફર માસ્ક વગર માલૂમ પડશે તો જે તે ખાનગી વાહનના ડ્રાઇવર પાસેથી દંડ વસૂલવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details