પાટણમાં અષાઢ વદ ચૌદશના દિવસે દેવીપૂજકોએ પૂર્વજોને આપી શ્રદ્ધાંજલિ
પાટણઃ અષાઢ વદ ચૌદશના દિવસે એટલે કે, દિવાસાનો દિવસ દેવીપૂજક માટે મહત્વનો ગણાય છે. આ દિવસે તેઓ સ્માશાનમાં જઈને પોતાના પૂર્વજોની આત્માની શાંતિ માટે પૂજા કરે છે. એટલે દિવસાના દિવસે દેવી પૂજક સમાજ પાટણના સ્મશાનમાં પરંપરાગત રીતે પોતાના પૂર્વજોની સમાધિ પર પૂજાવિધિ કરી અશ્રુભીની આંખે શ્રદ્ધાંજલિ આપતાં જોવા મળ્યા હતા.
પાટણમાં અષાઢ વદ ચૌદશના દિવસે દેવીપૂજકોએ પૂર્વજોને આપી શ્રદ્ધાંજલિ
પાટણના શહેરમાં અષાઢ વદ ચૌદશને દેવીપૂજક સમાજ દિવાસો તરીકે ઉજવે છે. સ્મશાન ગૃહોમાં જઈ પોતાના મૃતક સ્વજનોને શ્રદ્ધાંજલિ આપે છે. પાટણમાં છેલ્લા 1000 વર્ષથી આ પરંપરા ચાલી રહી છે. ત્યારે અમાસના દિવસે દેવીપૂજક સમાજના લોકોએ મૃતકોની સમાધિ પર પૂજાવિધી કરીને અશ્રુભીની આંખે પૂર્વજોને શ્રદ્ધાંજલિ આપી હતી.