- સિદ્ધપુરમાં તર્પણ વિધિ માટે વહીવટી તંત્રે લગાવી રોક
- કોરોના મહામારીને લઈને લેવામાં આવ્યો નિર્ણય
- સામાજિક અંતર જળવવાની શક્યતાઓ નહિવત જણાતા તર્પણ વિધી પર પ્રતિબંધ મુક્યો
પાટણ: સિદ્ધપુર સરસ્વતી નદીમાં કારતક સુદ એકમથી કારતક સુદ પુનમ સુધી તર્પણનો અનેરો મહિમા હોઈ પ્રતિવર્ષ લાખો શ્રદ્ધાળુઓ તર્પણ વિધિ માટે આવતા હોય છે. ચાલુ વર્ષે કોરોના વાઈરસના સંક્રમણનું જોખમ હોવા છતાં પ્રતિદિન હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ તર્પણ વિધિ માટે આવે છે. જેને ધ્યાને લઈ જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટી દ્વારા સિદ્ધપુરમાં તર્પણ વિધિ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
શ્રદ્ધાળુઓની સંખ્યા જોતાં સામાજિક અંતર જળવાવાની શક્યતાઓ નહિવત
જિલ્લા કલેક્ટરએ જણાવ્યું કે, માધુ પાવડિયા ઘાટ અને આસપાસની ભૌગોલિક પરિસ્થિતિ અને પ્રતિદિન આવતાં શ્રદ્ધાળુઓની સંખ્યા જોતાં સામાજિક અંતર જળવાવાની શક્યતાઓ નહિવત છે. માટે બીજી સુચના ન મળે ત્યાં સુધી સિદ્ધપુરમાં તર્પણ વિધિ પર પ્રતિબંધ રહેશે.