- મોતની છલાંગ લગાવનાર પરણિત યુવતીનો મૃતદેહ 2 દિવસ બાદ મળ્યો
- સ્થાનિક તરવૈયાઓએ મૃત દેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે મોકલ્યો
- પોલીસે પ્રેમી યુવક સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા
પાટણ: જિલ્લામાં એક પ્રેમીકાએ પ્રેમીની બેવફાઈના કારણે મોતને ભેટતી ઘટના સામે આવી છે. ચાણસ્મા તાલુકાના ખીમિયાણા ગામની વસંતી ઠાકોરના લગ્ન ચાણસ્માના મુકેશજી ઠાકોર સાથે થયા હતા. પરંતુ, વસંતીને બનાસકાંઠા જિલ્લાના તેરવાડા ગામના વિષ્ણુજી સાથે પ્રેમના સંબંધો બંધાતા સાસરિયામાં બદનામ થતાં છેલ્લા 3-4 મહિનાથી પિયરમાં જ રહેતી હતી. આ દરમિયાન, ગુરુવારે બ્રાહ્મણવાડા ગામેં લગ્નમાં જવાનું કહી ઘરેથી નીકળી હતી. જેના થોડા કલાકો બાદ કંબોઈ નજીકથી પસાર થતી નર્મદાની કેનાલ પાસે ઉભી રહી મરવાનું કારણ દર્શાવતો વીડીયો બનાવી પોતાની બેનને મોકલી મોતની છલાંગ લગાવી હતી.
આ પણ વાંચો:સાસરિયાઓના ત્રાસથી કંટાળીને વધુ એક પરિણીતાએ વીડિયો બનાવીને કરી આત્મહત્યા