- જિમ સંચાલકોએ આપ્યું આવેદનપત્ર
- કોરોનાની બીજી લહેરને કારણે બે મહિનાથી જિમ બંધ છે
- જિમ બંધ રહેતા આર્થિક સંકળામણની પરિસ્થિતિ ઉભી થઈ
પાટણ: કોરોનાકાળ ને પગલે તમામ ધંધા-રોજગાર ઉપર માઠી અસર થવા પામી છે. ત્યારે પાટણમાં જિમ સેંટર ચલાવતા સંચાલકો એ પણ કોરોના ની બીજી લહેર ને ધ્યાનમાં રાખીને છેલ્લા બે મહિનાથી સરકારના આદેશ મુજબ જીમ બંધ રાખ્યા છે. કોરોના કેસમા ઘટાડો થતા સરકારે તમામ ધંધાઓને આંશિક રાહત આપી છે પણ જીમ ખોલવાની મંજૂરી નથી આપી જેના કારણે જીમ સંચાલકો દ્વારા આવેદન પત્ર પ્રાંત કચેરીમાં આપવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : ગુજરાતમાં કોરોના વાઇરસની મહામારીને કારણે ટ્રાવેલ્સના ધંધામાં કરોડોનું નુકસાન