ગુજરાત

gujarat

ETV Bharat / state

Patan News: આનંદ સરોવર પાસે પસાર થતી કારમાં અચાનક આગ ભભૂકી, પરિવારનો આબાદ બચાવ

પાટણ શહેરના આનંદ સરોવર રોડ પર એક કારમાં આગ ફાટી નીકળતા અફરાતફરી મચી હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.

sudden-fire-broke-out-in-a-car-passing-near-anand-sarovar-the-family-was-rescued
sudden-fire-broke-out-in-a-car-passing-near-anand-sarovar-the-family-was-rescued

By

Published : Aug 22, 2023, 6:41 AM IST

કારમાં અચાનક આગ ભભૂકી

પાટણ: પાટણ ખાતે આનંદ સરોવર પાસે સાંજના સુમારે રોડ ઉપર પસાર થઈ રહેલ અલ્ટો કારમાં એકાએક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી હતી. જોકે સદનસીબે અલ્ટો કારમાં મુસાફરી કરી રહેલ પરિવારના સભ્યો સમય સૂચકતા વાપરી ઉતરી જતા આબાદ બચાવ થયો હતો. અલ્ટો કાર આગમા બળીને ભસ્મીભૂત બની હતી.

પરિવારનો આબાદ બચાવ

અલ્ટો કારમાં લાગી આગ:પ્રાપ્ત વિગતો મુજબ પાટણના સંખારી રોડ ઉપર વૃંદાવન બંગ્લોઝમાં રહેતા ગૌતમભાઈ રાઠોડ પરિવાર સાથે આજે સાંજના સુમારે પોતાની અલ્ટો કાર લઈ ખરીદી કરવા બજારમાં આવ્યા હતા. બજારનું કામ પૂર્ણ કરી ઘરે પરત જઈ રહ્યા હતા ત્યારે આનંદ સરોવર પાસે રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. તે વખતે કારમાં એકાએક આગ ભભૂકી ઊઠી હતી અને જોત જોતામાં આગે સમગ્ર કારને લપેટામાં લેતા આગ સાથે ધુમાડાના ગોટેગોટા હવામાં ફેલાતા આજુબાજુના લોકોમાં દોડધામ મચી હતી.

આગ પર કાબુ:બીજી તરફ અચાનક આગ લાગી જતા વાહન વ્યવહાર પણ થંભી ગયો હતો. આગની જાણ પાટણ નગરપાલિકાના ફાયર વિભાગની કરાતા ફાયર ફાઈટર તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યું હતું. ફાયર કર્મચારીઓએ આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઇ ગઈ હતી.

'એકા-એક ધુમાડા નીકળ્યા હતા અને આગ ભભૂકી હતી. આગને જોઈને અમો ગાડીના દરવાજા ખોલી તાત્કાલિક બહાર નીકળી ગયા હતા. જેને કારણે અમારો બચાવ થયો હતો તો બીજી તરફ નગરપાલિકાના કર્મચારીઓએ પણ ભારે જહેમત ઉઠાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.'-ગૌતમભાઈ રાઠોડ, કારચાલક

મોટી દુર્ઘટના ટળી:આ ઘટના દરમિયાન સદનસીબે જાનહાની થઇ નથી. પરિવારના લોકો કે જે કારમાં બેઠા હતા તેઓએ સમય સૂચકતા વાપરીને નીચે ઉતરી જતા તેમનો આબાદ બચાવ થયો હતો.

  1. Uttarakhand Bus Accident: 27 મુસાફરો પણ ન બચ્યા હોત જો બસ અગાઉ થયેલા અકસ્માતના કાટમાળમાં ફસાઈ ન હોત
  2. Bihar Crime: મુઝફ્ફરપુરમાં રેસ્ટોરન્ટની બહાર અંધાધૂંધ ફાયરિંગ, જુઓ વીડિયો

ABOUT THE AUTHOR

...view details