ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણમાં વિદ્યાર્થીઓએ મતદાન જાગૃતિ રેલી યોજી - election

પાટણઃ શહેરના કેન્દ્રીય વિદ્યાલય અને કે.કે.ગર્લ્સ હાઈસ્કૂલના સંયુકત ઉપક્રમે મતદાન જાગૃતિ રેલી યોજાઈ હતી. રેલીને નિવાસી કલેક્ટરે લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. જેમાં શાળાના વિદ્યાર્થીઓએ હાથમાં વિવિધ બેનરો રાખી લોકોને મતદાન કરવા માટે જગૃત કર્યા હતા.

સ્પોટ ફોટો

By

Published : Apr 9, 2019, 1:40 PM IST

લોકશાહીના મહાપર્વ એવી ચૂંટણીને લઈને હાલમાં સમગ્ર દેશમાં રાજકીય માહોલ ઠેરઠેર જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ આ મહાપર્વમાં લોકો મુક્ત રીતે પોતાના મતનો ઉપયોગ કરી શકે તે માટે સરકાર દ્વારા અનેક કાર્યક્રમો કરીને લોકોને મતદાન કરવા જાગૃત કરે છે. ત્યારે પાટણની કેન્દ્રીય વિદ્યાલય અને કે.કે.ગલ્સ હાઈસ્કૂલ દ્વારા મતદાન જાગૃતિ રેલીનું આયોજન કરવામા આવ્યું હતું.

પાટણમાં વિદ્યાર્થીઓની મતદાન જાગૃતિ રેલી યોજાઈ

રેલીને નિવાસી કલેક્ટર બી.જી.પ્રજાપતિએ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. રેલીમાં વિદ્યાર્થીઓએ વિવિધ બેનરો તેમજ સુત્રોચ્ચારો કરી શહેરના વિવિધ માર્ગો પર ફરી નગરજનોને ચોક્કસ મતદાન કરવા માટે જાગૃત કર્યા હતા.

આ રેલીમાં જિલ્લા શિક્ષણાધિકારી એ.પી.ઝાલા, કેન્દ્રીય વિદ્યાલયના આચાર્ય રામવીર મીના, મધુબેન દેસાઈ, સહિત શાળા પરિવારના શિક્ષકો અને વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details