ગુજરાત

gujarat

By

Published : Mar 17, 2021, 4:25 PM IST

ETV Bharat / state

પાટણમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના જન્મદિવસની ઉજવણી કરાઈ

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના જન્મદિવસ નિમિત્તે પાટણ શહેર ભાજપ દ્વારા સેવાકીય કાર્યો કરીને જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો. શહેરની મધ્યમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ભાજપના આગેવાનો કાર્યકરોએ ફ્રૂટ વિતરણ કરી જન્મદિવસની ઉજવણી કરી હતી. પ્રદેશ અધ્યક્ષના સારા સ્વાસ્થ્ય માટે ભાજપના આગેવાનો અને કાર્યકરોએ શુભેચ્છાઓ પાઠવી હતી.

Patan
Patan

  • ભાજપના આગેવાનો અને કાર્યકરોએ પ્રદેશ અધ્યક્ષના જન્મદિવસની કરી ઉજવણી
  • સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને કર્યું ફ્રૂટ વિતરણ
  • પ્રદેશ અધ્યક્ષના દીર્ઘાયુષ્ય માટે પાઠવી શુભેચ્છાઓ

પાટણ: ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી. આર. પાટીલના જન્મદિવસ નિમિત્તે રાજ્યમાં ભાજપના આગેવાનો કાર્યકરો દ્વારા વિવિધ કાર્યકરો કાર્યો કરીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે. પાટણ શહેર ભાજપના આગેવાનો કાર્યકરોએ સેવાકીય પ્રવૃત્તિઓ કરીને પ્રદેશ અધ્યક્ષના જન્મદિવસની ઉજવણી કરી હતી. પાટણ શહેરની મધ્યમાં આવેલી સિવિલ હોસ્પિટલ ખાતે ભાજપના આગેવાનો કાર્યકરો અને નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યોએ દર્દીઓને ફ્રૂટ વિતરણ કર્યું હતું.

પાટણમાં સી.આર.પાટીલના જન્મદિવસની ઉજવણી કરાઈ

અન્ય જગ્યાએ પણ સી. આર. પાટીલના જન્મદિવસની ઉજવણી કરાઈ

પાટણ ઉપરાંત હારીજ, ચાણસ્મા, રાધનપુર તાલુકા મંડળમાં પણ કાર્યકરો દ્વારા પ્રદેશ અધ્યક્ષના જન્મદિવસની સેવાકીય કાર્યો કરી ઉજવણી કરવામાં આવી હતી.

સી.આર.પાટીલના જન્મદિવસની ઉજવણી

આ પણ વાંચો :સુરતમાં સી.આર.પાટીલના જન્મદિનની ઉજવણી, 67 નિરાશ્રિતોને કોરોનાની રસી અપાઈ

ABOUT THE AUTHOR

...view details