ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણમાં વડાપ્રધાનના જન્મદિન નિમિત્તે યોજાયો સર્વરોગ નિદાન કેમ્પ

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે પાટણમાં જિલ્લા ભાજપ ડોક્ટર સેલ દ્વારા મફત સર્વ રોગ નિદાન કેમ્પ કેકારવ પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓની નિષ્ણાંત તબીબોએ તપાસ કરી જરૂરી દવાઓ પણ વિનામૂલ્યે આપી હતી.

Narendra Modi's birthday
Narendra Modi's birthday

By

Published : Sep 17, 2021, 6:21 PM IST

  • પાટણમાં મફત સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો
  • ભાજપ ડોક્ટર દ્વારા યોજાયો રોગ નિદાન કેમ્પ
  • નિષ્ણાંત તબીબોએ દર્દીઓને કરી તપાસ

પાટણ: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે પાટણ શહેર સહિત જિલ્લામાં વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન ભાજપ દ્વારા કરવામાં આવ્યું છે. જે અંતર્ગત પાટણ જિલ્લા ભાજપ ડોક્ટર સેલ દ્વારા જરૂરિયાત મંદ દર્દીઓ માટે મફત સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેકારવ પ્રાથમિક શાળામાં યોજાયેલા આ રોગ નિદાન કેમ્પમાં ફિઝિશિયન,સર્જન, બાળરોગ નિષ્ણાંત, માનસિક રોગ, દાંતના,આંખના, હાડકાના, કેન્સરના, યુરોલોજિસ્ટ, ગાયનેક, ચામડીના તેમજ નાક કાન ગળાના નિષ્ણાંત તબીબોએ મોટી સંખ્યામાં દર્દીઓની તપાસ કરી હતી અને જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે દવાઓ પણ આપી હતી.

પાટણમાં વડાપ્રધાનના જન્મદિન નિમિત્તે યોજાયો સર્વરોગ નિદાન કેમ્પ

ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓએ મોટી સંખ્યામાં રોગ નિદાન કેમ્પનો લીધો લાભ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે પાટણમાં ડોક્ટર સેલ દ્વારા યોજાયેલા આ સર્વ રોગ નિદાન કેમ્પ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આશીર્વાદ રૂપ બન્યો હતો. આ કેમ્પમાં ભાજપ પૂર્વ પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ, પાટણના પૂર્વ ધારાસભ્ય રણછોડ દેસાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર, શહેર ભાજપ પ્રમુખ કિશોર મહેશ્વરી સહિત ભાજપના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

પાટણમાં વડાપ્રધાનના જન્મદિન નિમિત્તે યોજાયો સર્વરોગ નિદાન કેમ્પ

ABOUT THE AUTHOR

...view details