પાટણ : પાટણની ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં આવેલ રુસા હોસ્ટેલમાં કોરોના વાઈરસને પગલે સ્થળાંતર કરી રહેલા પરપ્રાંતિયોની દેખરેખની જવાબદારી યુનિવર્સિટીના રજિસ્ટ્રારને સોપવામાં આવી છે. ચા, નાસ્તા અને ભોજનના ફોટોગ્રાફ લેવા સહિતની કામગીરી કરી, રોજેરોજનો વિગતવાર અહેવાલ રજૂ કરવાની જવાબદારી યુનિવર્સિટીના રજિસ્ટ્રારને સોંપવામાં આવી હતી. પરંતુ રજિસ્ટ્રાર દ્વારા કોઈ જ દૈનિક અહેવાલ રજૂ કરવામાં આવ્યો ન હતો. તેમજ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા અને પરપ્રાંતિયોની રૂબરૂ મુલાકાત સમયે પણ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર હાજર રહ્યાં ન હતા
પાટણ યુનિવર્સિટીના રજિસ્ટ્રારને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે નોટિસ ફટકારી
પાટણની ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં આવેલ રુસા હોસ્ટેલમાં કોરોના વાઈરસને પગલે સ્થળાંતર કરી રહેલા પરપ્રાંતિયોની દેખરેખની જવાબદારી યુનિવર્સિટીના રજિસ્ટ્રારને સોપવામાં આવી છે. પરંતુ તેમના દ્વારા ફરજમાં બેદરકારી દાખવવામાં આવતા આજે પાટણના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને ઇન્સ્ટન્ટ કમાન્ડર કંપની દ્વારા નોટિસ ફટકારી જવાબ રજૂ કરવા જણાવ્યું છે.
પાટણ યુનિવર્સિટીના રજિસ્ટ્રારને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે નોટિસ આપી
રજિસ્ટ્રારને સોંપવામાં આવેલ કામગીરી અને ફરજ પ્રત્યે બેદરકારી જણાઈ આવતા ઇન્સિડન્ટકમાન્ડર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ પાટણે તેઓની વિરુદ્ધ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005ની કલમ 55,56 અને ipc 1860ની કલમ 188 એપેડેમિક એક્ટ 1897ની કલમ ૨ અને ૩ હેઠળ સજાની જોગવાઇઓ મુજબ પગલાં કેમ ન લેવા એ બાબતે કારણ લેખિતમાં રજૂ કરવા નોટિસ ફટકારી છે.