પાટણ:ભગવાન જગન્નાથની ઐતિહાસિક 141મી રથયાત્રાને લઇને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો સાથે જ રથયાત્રા સમિતિ અને જગદીશ મંદિર ટ્રસ્ટ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં ભગવાનના મંદિરના ગર્ભગૃહમાં સાફ-સફાઈ અને કલર કામ કરવામાં આવી રહ્યું છે.
Jagannath Rath Yatra 2023: પાટણમાં જગન્નાથની પ્રસાદી અને રથોની સફાઈની કામગીરી પૂર્ણ, યાત્રાનું કાઉન્ટડાઉન શરૂ - cleaning operation in Patan
પાટણમાં આગામી અષાઢી બીજના દિવસે નીકળનારી 141 મી રથયાત્રાને લઈને જગદીશ મંદિર ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ભગવાન જે રથમાં બિરાજમાન થઈ નગરચર્યાએ નીકળવાના છે તે રથોની સાફ સફાઈ તેમજ રથયાત્રામાં આપવામાં આવતા મગ અને ચણાના પ્રસાદને સાફ કરવાની કામગીરી હાલમાં પુરજોશમાં ચાલી રહી છે.
ગ્રીસ કરવાની કામગીરી: ભગવાન જે રથોમાં બિરાજમાન થઈ નગર ચર્યા એ નીકળવાના છે. તે ત્રણેય રથોને શુભ મુહૂર્તમાં મંદિર પરિસર ખાતે લાવવામાં આવ્યા છે. ત્રણેય રથોની સફાઇની કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે. કારીગરો દ્વારા ભગવાનના ત્રણેય રથોને પોલીસ તેમજ રથના પૈડાંઓને ઓઈલિંગ કરી ગ્રીસ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.રથયાત્રામાં દર્શનાર્થીઓને આપવામાં આવતી મગ અને ચણાની પ્રસાદીને સાફ કરવાની કામગીરી હાલમાં પુરજોશમાં ચાલી રહી છે.
15 થી વધુ ટ્રેક્ટરની વ્યવસ્થા:જગદીશ મંદિરના હોલ ખાતે 10 થી વધુ મહિલાઓ અને 5 પુરુષો મગ અને ચણાના પ્રસાદને ચાળી, વીણી ને સાફ કરવાની કામગીરીમાં જોતરાયા છે. ભગવાન જગન્નાથની રથયાત્રામાં પાટણ શહેર સહિત આસપાસના પંથકમાંથી મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે આવે છે. ત્યારે દર્શનાર્થીઓને ભગવાનનો પ્રસાદ મળી રહે તે માટે રથયાત્રા સમિતિ દ્વારા ચાલુ વર્ષે 2500 મણ મગ અને ચણાના પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. દર્શનાર્થે આવનાર એક પણ ભક્ત પ્રસાદી વિના બાકી ન રહે તે માટે 15 થી વધુ ટ્રેક્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ટ્રેક્ટરમાં પ્રસાદના પીપડા ભરી રથયાત્રાના માર્ગો ઉપર દર્શના માટે ઉભેલા ભાવિક ભક્તોને ભગવાનની પ્રસાદી આપવામાં આવશે.