પાટણ જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ મેઘ મહેર, આ જિલ્લાઓમાં વરસાદની આગાહી પાટણ: શહેર સહિત જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ બરાબર જામ્યો છે. દિવસભર વરસેલા હળવાથી ભારે વરસાદને કારણે નીચાણવાળા અનેક વિસ્તારોમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે. હવામાન વિભાગની આગાહીના પગલે આજે પાટણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. પાટણ શહેર સહિત જિલ્લામાં બપોર સુધી હળવો વરસાદ નોંધાયો છે. બે દિવસથી રાધનપુર શહેર સહિત પંથકમાં ધોધમાર વરસાદ થતાં ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
પાટણ જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ મેઘ મહેર, આ જિલ્લાઓમાં વરસાદની આગાહી જનજીવન પ્રભાવિત થયું: રાધનપુર શહેર પંથકમાં છેલ્લા 32 કલાકમાં સૌથી વધુ 8 ઇંચ થી વધુ વરસાદ નોંધાતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ઠેર ઠેર વરસાદી પાણી નીચાણવાળા વિસ્તારોમાં ભરાઈ જતા લોકોને હાલાકીઓનો સામનો કરવો પડ્યો હતો. પાટણ સહિતના પંથકમાં હળવા વરસાદને લઈને જનજીવન પ્રભાવિત થયું હતું. તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા વાહનચાલકો સહિત રાહદારીઓને હાલાકી વેઠવી પડી હતી.
પાટણ જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ મેઘ મહેર, આ જિલ્લાઓમાં વરસાદની આગાહી સૌથી વધુ વરસાદ: પાટણ જિલ્લામાં જિલ્લા 32 કલાકમાં સૌથી વધુ 8.56 ઇંચ વરસાદ રાધનપુર તાલુકામાં સૌથી ઓછો 2 ઇંચ વરસાદ સરસ્વતી તાલુકામાં નોંધાયો છે. પાટણ જિલ્લામાં છેલ્લા 32 કલાકમાં એટલે કે મંગળવારે બપોરે 2:00 વાગ્યા સુધીમાં સાંતલપુરમાં 71 mm ,રાધનપુરમાં 214 mm, સિદ્ધપુરમાં 51 mm, પાટણમાં 58 mm, હારીજમાં 93 mm, સમીમાં 96 mm, ચાણસ્મામાં 86 mm, શંખેશ્વરમાં 83 mm,અને સરસ્વતીમાં 48 mm વરસાદ નોંધાયો છે.
પાટણ જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ મેઘ મહેર, આ જિલ્લાઓમાં વરસાદની આગાહી અલગ અલગ વિસ્તારોમાં આગામી:રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં હાલ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. એવામાં હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે છેલ્લા બે દિવસથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઇને વહીવટી તંત્ર એલર્ટ જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લામાં હાલ સૌથી વધારે વરસાદ નોંધાયો છે. એવામાં રાજકોટ જામનગર, મોરબી સહિતના વિસ્તારમાં છેલ્લા બે દિવસથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે.
- Gujarat Rain News: નર્મદા, ભરૂચ અને વડોદરાવાસીઓ માટે રાહતના સમાચાર, પૂરનું સંકટ ટળી ગયું
- Rain Report: રાજ્યમાં 99.27 ટકા સરેરાશ વરસાદ, ઓગસ્ટ માસમાં ફક્ત 1.01 ઇંચ વરસાદ નોંધાયો