ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણમાં મુખ્ય માર્ગો પર દબાણ હટાવવા મામલે હોબાળો - pressure

પાટણ: શહેરના મુખ્ય માર્ગો પરના લારી ગલ્લા અને પાથરણાવાળાઓના દબાણોને દુર કરવાની કામગીરી પાટણ નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી હતી. બગવાડાથી રેલવે સ્ટેશન તરફના માર્ગ પરના પાલિકાના કર્મચારીઓ દબાણો દુર કરાતા લારી ગલ્લાના વેપારીઓ પાલિકાની આ કામગીરીનો વિરોધ કરી ભારે હોબાળો મચાવ્યો હતો. વેપારીઓએ શાકભાજીને રસ્તા પર ફેંકી રોષ વ્યકત કર્યો હતો.

etv bharat patan

By

Published : Aug 8, 2019, 8:12 PM IST

પાટણ નગરપાલિકા દ્વારા અવાર નવાર હાથ ધરવામાં આવતી દબાણ હટાવ કામગીરીને લઈને પાટણમાં શહેરમાં લારી ગલ્લા તેમજ શાકભાજીનો વેપારધંધો કરતા નાના વેપારીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. નગરપાલિકા દ્વારા કોઈપણ નક્કર આયોજન વગર જ કરવામાં આવતી દબાણ હટાવવાની કામગીરીને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

પાટણ શહેરના મુખ્ય માર્ગો પર દબાણ હટાવવા મામલે હોબાળો

પાટણ નગરપાલિકા દ્વારા દબાણ કામગીરી હાથ ધરવામાં આવી હતી. શહેરના સીટી પોઇન્ટ આગળ શાકભાજીની લારીઓ નગરપાલિકા દ્વારા દૂર કરવામાં આવતા લારીચાલકોએ વિરોધ દર્શાવી શાકભાજી રસ્તા ઉપર ફેંકી શાકભાજીના ભરવાના ખાલી કેરેટ સળગાવી ચક્કાજામ કર્યું હતું. તેમજ લારીચાલકો નગરપાલિકાના વાહન ઉપર ચડી હલ્લાબોલ કર્યો હતો. આ ઘટનાને પગલે લોકોના ટોળા એકત્ર થયા હતા. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે ઘટના સ્થળે પહોચી ટોળા અને ટ્રાફિકને દૂર કરી માર્ગને ખુલ્લો કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details