ગુજરાત

gujarat

ETV Bharat / state

Patan Taluka Panchayat: પાટણ તાલુકા પંચાયતમાં સત્તા જાળવી રાખવામાં ભાજપ સફળ - ભાજપના કાર્યકરોમાં આનંદની લાગણી

પાટણ તાલુકા પંચાયતના અઢી વર્ષના બીજા ટર્મના પ્રમુખ અને ઉપપ્રમુખની નિમણૂક કરાઈ હતી. પાટણ તાલુકા પંચાયતમાં સત્તા જાળવી રાખતા ભાજપના કાર્યકરોમાં આનંદની લાગણી ફેલાઈ હતી. પ્રમુખ પદે લલીબેન દેસાઈ અને ઉપપ્રમુખ પદે સોનલબેન ઠાકોરની વરણી કરવામાં આવી છે.

ભાજપના કાર્યકરોમાં આનંદની લાગણી
ભાજપના કાર્યકરોમાં આનંદની લાગણીભાજપના કાર્યકરોમાં આનંદની લાગણી

By ETV Bharat Gujarati Team

Published : Sep 14, 2023, 12:48 PM IST

પ્રમુખ પદે લલીબેન દેસાઈ અને ઉપપ્રમુખ પદે સોનલબેન ઠાકોરની વરણી

પાટણ: તાલુકા પંચાયતમાં બીજા અઢી વર્ષ માટે પ્રમુખ પદ માટે ભાજપના સદસ્ય લલીબેન દેસાઈ અને ઉપપ્રમુખ માટે સોનલબેન ઠાકોરે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. જ્યારે કોંગ્રેસમાંથી ગુલામ રસુલ મોહમ્મદભાઈ સાજીએ પ્રમુખ પદ માટે અને ભરતજી તલાજી ઠાકોરે ઉપપ્રમુખ પદ માટે ફોર્મ ભર્યા હતા. પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં પાટણ તાલુકા પંચાયતના સભાખંડમાં ચૂંટણી યોજાઈ હતી.

ભાજપના કાર્યકરોમાં આનંદની લાગણી

ટાઈ પડતા અટકી: ચૂંટણી પૂર્વે પાટણ તાલુકા પંચાયતમાં ટાઈ પડે તેવી સ્થિતિ જોવાતી હતી. પરંતુ છેલ્લી ઘડીની રાજકીય સોગઠાબાજીમાં કોંગ્રેસના જ એક ઉમેદવાર ગેરહાજર રહેતા અને અપક્ષ ઉમેદવારે ભાજપની તરફેણમાં મતદાન કરતા પ્રમુખ પદે લલીબેન દેસાઈ અને ઉપપ્રમુખ પદે સોનલબેન ઠાકોર વિજય બન્યા હતા. આમ ભાજપ પાટણ તાલુકા પંચાયતની બેઠક જાળવી રાખવામાં સફળ રહી હતી.

'તાલુકા પંચાયત ખાતે આગામી અઢી વર્ષ માટે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી. જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ફોર્મ ભરેલા બંને પક્ષના ઉમેદવારો માટે મતદાન કરવામાં આવ્યું હતું. ભાજપના લલીબેન દેસાઈ અને સોનલબેન લેબુજી ઠાકોરને 11-11 મતો મળતા ચૂંટણી અધિકારીએ તેઓને વિજેતા જાહેર કર્યા હતા. ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી.' - કેતન પ્રજાપતિ, તાલુકા વિકાસ અધિકારી

ભાજપની તરફેણમાં મતદાન:તાલુકા પંચાયતના કુલ 20 સભ્યોમાંથી ભાજપના તમામ સભ્યો 10 અને કોંગ્રેસના 9માંથી 8 સભ્યો અને એક અપક્ષ સભ્ય મળી કુલ 19 સભ્યો હાજર રહ્યા હતા. કોંગ્રેસના ગીતાબેન રબારી ગેરહાજર રહ્યા હતા. હાજર 19 સભ્યોએ મતદાન કરતા ભાજપના બંને ઉમેદવારોને 11 મતો મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના બંને ઉમેદવારોને 8 મત મળ્યા હતા. બાલીસણા બેઠકના અપક્ષ ઉમેદવાર રુકસાના બાનું શેખે ભાજપની તરફેણમાં મતદાન કર્યું હતું.

  1. Ahmedabad Corporation: અમિત શાહના વિશ્વાસુ એવા દેવાંગ દાણીની અમદાવાદના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે નિમણુંક
  2. Surat News: ઓલપાડ તાલુકા પંચાયતના અઢી વર્ષની ટર્મ માટે પ્રમુખના નામ માટે મેન્ડેડ પ્રક્રિયા હાથ ધરાઈ

ABOUT THE AUTHOR

...view details