- પાટણમાં ક્લીન ઇન્ડિયા મિશન અંતર્ગત સ્વચ્છતા અભિયાન યોજાયું
- શહેરના 14 સ્થળો પર રમત ગમતના ખેલાડીઓએ પ્લાસ્ટિકનો કચરો એકત્ર કર્યો
- પ્લાસ્ટિક મુક્ત અભિયાનમા સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ પણ જોડાઈ
પાટણ: સમગ્ર દેશમાંથી પ્લાસ્ટિક નાબૂદી માટે સરકાર દ્વારા તબક્કાવાર જનજાગૃતિના કાર્યક્રમો કરી લોકોને પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવા જણાવવામાં આવે છે. આઝાદી કા અમૃત મહોત્સવની યાદમાં સ્વચ્છ ભારત મિશન કાર્યક્રમ અંતર્ગત રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ક્લીન ઇન્ડિયા કાર્યક્રમના ભાગરૂપે પાટણમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પાટણ નગરની શૈક્ષણિક, સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ તથા રમત-ગમત ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી હોય તેવા ખેલાડીઓએ શહેરના વિવિધ વિસ્તારોમાંથી સિંગલ યુઝ પ્લાસ્ટિકના કચરાને એકત્ર કરી પાટણ નગરને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સંકલ્પ લીધો હતો. તેમજ નગરજનોને પણ પ્લાસ્ટિકનો નહિવત ઉપયોગ કરવા અપીલ કરી હતી.
આ પણ વાંચો: મોદીસાહેબના સ્વચ્છતા અભિયાન પર શું પાણી રેડાયું? Sabarmatiમાં માછલીઓના મોતમાં AMCની બેદરકારી?