શહેરના સાલવિવડામાં લીંબચમાતાનું આદ્ય સ્થાન આવેલું છે, જ્યાં મોટી સંખ્યામાં માઇ ભક્તો અનેક સંઘો લઈને પોતાની બાધા, માનતા પૂર્ણ કરે છે. કુળદેવી શ્રી લીંબચ માતાના મંદિરે ચૈત્રી નવરાત્રીમાં અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આજે લીંબચ ધામ ખાતે સોલા, ગાંધીનગરથી પગપાળા યાત્રા સંઘ પાટણ આવી પહોંચતા મહોલ્લાના રહીશોએ સંઘનું વાજતે ગાજતે સામૈયું કર્યું હતું.
પાટણમાં લીંબચ માતાના મંદિર ખાતે યાત્રા સંઘનું કરાયું સ્વાગત
પાટણ: શહેરના સાલવિવાડામાં આવેલ લીંબચ માતાના મંદિર ખાતે માઈ ભક્તોનો જમાવડો જોવા મળ્યો હતો. આજે વિવિધ ગામોથી સંઘોનું આગમન થતા મહોલ્લામાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
સ્પોટ ફોટો
લીંબચ માતાના મંદિર ખાતે આજે નવચંડી યજ્ઞ યોજાયો હતો. જેમાં પાંચ નવ દંપતીઓએ યજ્ઞમાં બિરાજમાન થઈ આહુતિ આપી હતી. સાથે-સાથે મંદિરમાં વિશેષ ફૂલોની આગી પણ કરવામાં આવી હતી.