તાજેતરમાં ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર જાહેરમાં વાંધાજનક ટિપ્પણી કરી હતી. જેને લઈને કોંગ્રેસના દરેક આગેવાનો તેમજ કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુરૂવારે પાટણ જિલ્લા યુથ કોંગ્રેસના આગેવાનોએ પાટણ બી ડીવીઝન પોલીસ મથકે આવીને ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી સામે કાયદેસરની ફરિયાદ નોંધાવી છે.
પાટણ યુથ કોંગ્રેસ પ્રમુખે ભાજપના સાંસદ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી - BJP
પાટણ: ભાજપના સાંસદે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી વિશે જાહેરમાં ટિપ્પણી કરતા કોંગ્રેસ કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેને લઈ ગુરૂવારે પાટણ યુથ કોંગ્રેસના આગેવાનોએ ભાજપના સાંસદ સામે પોલીસ ફરિયાદ થાય તે માટે બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
પાટણ યુથ કોંગ્રેસ પ્રમુખે ભાજપના સાંસદ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી
પાટણ જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ અને સામાજિક કાર્યકર ભાવિક રામીએ ભાજપના સાંસદ સામે IPC કલમ 500, 505 પેટા કલમ(2) (3) અને 114 મુજબ ફરિયાદ નોંધાવી છે.