ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણની હેમચંદ્રાચાર્ય યુનીવર્સિટી માટે શરૂ કરાઈ ‘My HNGU’ એપ્લીકેશન

પાટણ: પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનીવર્સીટી સંલગ્ન કોલેજોના વિદ્યાર્થીઓને સરળતાથી અને પારદર્શક રીતે યુનીવર્સિટીને લગતી માહિતી પોતાના મોબાઈલ ફોનમાં જ મળી રહે તે દિશામાં પ્રયાસ કરવામાં આવ્યો છે અને ‘My HNGU’ નામની એપ્લીકેશન તૈયાર કરવામાં આવી છે.

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનીવર્સીટી સંલગ્ન એચ.એન.જી.યુ નામની એપ્લીકેસન તૈયાર કરવામાં આવી.

By

Published : May 21, 2019, 4:19 PM IST

માત્ર ત્રણ દિવસમાં જ ૧૬૦૦ કરતા વધુ વિદ્યાર્થીઓએ આ એપ્લીકેશન ડાઉનલોડ કરી છે અને તેના થકી સરળતાથી યુનીવર્સીટીને લગતી માહિતી મેળવી રહ્યા છે. જેને લઈ વિદ્યાર્થીઓમાં પણ ખુશી જોવા મળી હતી. તો સાથે જ આજરોજ બી.એ સેમિસ્ટર - 4 નું પરિણામ જાહેર કરવા માં આવ્યું હતું. તેમજ બી કોમ સેમિસ્ટર 4 અને 6 નું અગામી દિવસોમાં માય એચ એન જી યુ એપ્લીકેશન પર મુકવા માં આવશે ત્યારે વધુમાં વધુ લોકોઆ એપ નો ઉપયોગ કરી માહિતી મેળવશે તેવી પરિક્ષા નિયામક દ્વારા આશા વ્યક્ત કરી હતી.

પાટણની હેમચંદ્રાચાર્ય યુનીવર્સિટી માટે શરૂ કરાઈ ‘My HNGU’ એપ્લીકેશન

ABOUT THE AUTHOR

...view details