પાટણ જિલ્લા પોલીસ વિભાગમાં ફરજ બજાવતા તમામ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ માટે હેલ્થ ચેકઅપ કાર્યક્રમનું પાટણની દેવભૂમિ હાર્ટ હોસ્પિટલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
પાટણ જિલ્લા પોલીસ માટે યોજાયો હેલ્થ ચેકઅપ કાર્યક્રમ - devbhoomi
પાટણઃ જિલ્લા પોલિસ કર્મચારીઓ માટે હેલ્થ ચેકઅપ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા પોલીસ વડા સહિતના લોકોએ પણ ભાગ લીધો હતો.
patan
જેમાં ફીઝીશીયન, સર્જન, સ્ત્રી રોગ, હાડકા, દાંત, આંખ ,નાક, ગળાને લગતી બીમારીઓનું ચેકઅપ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસવડા શોભા ભુતડા, ડી.વાય.એસ પી સહિત પોલીસ અધિકારીઓએ ખાસ હાજરી આપી હતી. સાથે જ આ કેમ્પમાં સેવા આપનાર નિષ્ણાંત તબીબોનું જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 200 થી વધુ પોલીસ કર્મચારીઓએ પોતાનું મેડીકલ ચેકઅપ કરાવ્યું હતું.