આ બાઠક પર આજે મતગણતરી હાથ ધરાઈ હતી. જે દરમિયાન પ્રથમ રાઉન્ડથી જ ભરતસિંહ ડાભી કોંગ્રેસના જગદીશ ઠાકોરથી આગળ ચાલી રહ્યાં હતા. તેમણે શરૂઆતથી પકડેલી લીડ અંત સુધી જાળવી રાખતા પાટણ બેઠક પર ભાજપની ઐતિહાસિક જીત થઈ છે.
પાટણમાં ભગવો લહેરાયો, ભરતસિંહ ડાભીનો 1.90 લાખની લીડથી વિજય
પાટણઃ સમગ્ર દેશમાં ભાજપનો ભગવો લહેરાયો છે. ત્યારે ગુજરાતમાં 2014 બાદ ફરી એકવાર ભાજપે 26 બેઠકો જાળવી રાખી હોવાનું જણાઈ આવે છે. આ 26 પૈકીની જ એક એટલે પાટણ લોકસભા. જેમાં ભાજપે ભરતસિંહ ડાભીને ચૂંટણી મેદાને ઉતાર્યા હતા. જ્યારે કોંગ્રેસે જગદીશ ઠાકોર ઉપર વિશ્વાસ જતાવ્યો હતો.
લોકસભા ચૂંટમીમાં અત્યાર સુધીનો રેકૉર્ડબ્રેક વિજય નોંધાવ્યો છે. પાટણ પરથી ભરતસિંહ ડાભીએ 190357 મતોના અંતરથી જીત નોંધાવી છે. અગાઉ 2009માં જગદીશ ઠાકોર અહીંથી સાંસદ હોવાથી કોંગ્રેસને જીતનો આશાવાદ હતો. પરંતુ એક્ઝિટ પોલમાં પણ ભાજપ આ બેઠક પર જીત મેળવતી જોવા મળી હતી અને એક્ઝિટ પોલ સાચો સાબિત થયો છે. 2014માં અહીંથી ભાજપના લીલાધક વાઘેલા 1.38 લાખ મતે જીત્યા હતા. ત્યારે મોદીલહેરમાં ફરી એકવાર આ બેઠક પ કમળ ખીલ્યુ છે. ભાજપના ઉમેદવાર વિજેતા જાહેર થતાં જ તેમણે સરઘસ કાઢી વિજયોત્સવ મનાવ્યો હતો.