પાટણ : રાજ્ય સરકારના સ્વાગત ફરિયાદની 20 વર્ષની ઉજવણીને અનુલક્ષીને પાટણ જિલ્લા સેવા સદન ખાતે આજે સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા કલેકટર અરવિંદ વિજયને અરજદારોના વિવિધ પ્રશ્નોને સાંભળ્યા હતા. તેેમણે આ પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ લાવવા માટે સંલગ્ન અધિકારીઓને તાકીદ કરી હતી
સ્વાગતમાં કયા પ્રશ્નો રજૂ થયાં : છેલ્લા 20 વર્ષથી ચાલતો સ્વાગત કાર્યક્રમ આજે છેવાડાના માનવી માટે સહાયરૂપ બન્યો છે. સ્વાગત કાર્યક્રમ શરૂ કરવાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઉદેશ્ય આજે ખરા અર્થમાં સાર્થક થઈ રહ્યો છે. પાટણ જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલ સ્વાગત ફરિયાદમાં વિવિધ વિસ્તારોમાંથી અરજદારો પોતાની રજૂઆતો લઈને આવ્યા હતા. સ્વાગત ફરિયાદમાં ગટર યોજના અંગેની કામગીરી બાબાત, માપણી કરવા બાબત, બસ સેવા શરૂ કરવા બાબત, ગેરકાયદેસર દબાણ દુર કરવા બાબત, વેરા બાબત, આવાસન, વગેરે જેવા પ્રશ્નોની રજૂઆતો અરજદારો તરફથી કરવામાં આવી હતી. કુલ 25 પ્રશ્નોને જિલ્લા કલેક્ટરે સાંભળ્યા હતા અને ત્વરિતપણે પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે સંલગ્ન અધિકારીઓને સૂચન કર્યું હતું.
આ પણ વાંચો 20 Year Of Swagat : મને ખબર પડી છે કે સરકારી યોજનાઓ લોકો સુધી પહોંચી છે કે નહીં : મોદી
કોની ફરિયાદનું નિરાકરણ આવ્યું : જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં પોતાની રજૂઆત લઈને આવેલ પાટણના મોતીસા દરવાજા પાસે રહેતા તુલસીભાઈ વીરાભાઈ પરમારે જણાવ્યું હતું કે જમીન ફાળવણી બાબતનો પ્રશ્ન લઈને આવ્યા હતાં. નગરપાલિકાએ અમને વેચાણ દસ્તાવેજથી જે જમીન આપી હતી એની પ્રોપર્ટીકાર્ડ નકલ મળતી ન હતી. પરિણામે અમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો તેથી અમે પ્રથમ તાલુકા સ્વાગત અને ત્યારબાદ જિલ્લા સ્વાગતમાં અમારી રજૂઆત લઈને આવ્યા હતા. જિલ્લા સ્વાગતમાં કલેક્ટરે અમારો પ્રશ્ન સાંભળ્યો અને તેનો ત્વરીત નિકાલ કરી આપવાની બાંહેધરી આપી છે.