ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણમાં જગન્નાથજીનો પ્રથમવાર ઉત્થાપન યજ્ઞ યોજાયો

પાટણઃ છેલ્લા 136 વર્ષથી ભગવાન જગન્નાથની રથયાત્રા પાટણની પરિક્રમાએ નીકળે છે. દેશમા ત્રીજા નંબરે આવતી પાટણની ભગવાન જગન્નાથની રથયાત્રા નિમિત્તે ગુરુવારના રોજ જગદીશ મંદિરમાં પ્રથમવાર ભગવાનની ઉત્થાપન વિધિ અને મુખારવિંદના પુનઃસ્થાપન માટે યજ્ઞ યોજાયો

patan

By

Published : Jun 28, 2019, 6:49 AM IST

Updated : Jun 28, 2019, 1:25 PM IST

પાટણમા છેલ્લા 136 વર્ષથી ભગવાન જગન્નાથની રથયાત્રા પાટણની પરિક્રમાએ નીકળે છે. ઘણા વર્ષોથી મંદિરમાં સ્થાપિત કરાયેલી ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઇ બલરામની મૂર્તિઓમાં જીર્ણતા આવી હોવાથી મૂર્તિઓને પૂર્ણતા કરવા માટે જગદીશ મંદિર ખાતે ગુરુવારના રોજ પ્રથમવાર ત્રણેય મૂર્તિઓનો ઉત્થાપન યજ્ઞ યોજાયો હતો.

પાટણમાં જગન્નાથજીનો પ્રથમવાર ઉત્થાપન યજ્ઞ યોજાયો

જેમાં મંદિરના પૂજારીએ યજ્ઞમા બિરાજમાન થઈ વૈદિક મંત્રોચ્ચાર સાથે મૂર્તિઓ પર અભિષેક કર્યો હતો. જગદીશ મંદિર ખાતે પ્રથમવાર યોજાયેલ ઉત્થાપન યજ્ઞમા મંદિર ખાતે મોટી સંખ્યામા શ્રધ્ધાળુઓ દર્શન માટે આવી પહોંચ્યા હતા.અને યજ્ઞના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Last Updated : Jun 28, 2019, 1:25 PM IST

ABOUT THE AUTHOR

...view details