ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણના હાઈવે પર વિકાસના નામે વૃક્ષોનું નિકંદન

રાજ્ય સરકાર અને વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા ગ્લોબલ વોર્મિંગની સમસ્યા અટકાવવા અને પર્યાવરણના જતન માટે વૃક્ષારોપણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તો બીજી બાજુ વિકાસના નામે હાઇવે ઉપર વર્ષો જુના ઘટાદાર વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવી રહ્યુ છે, જેની પ્રતીતિ બુધવારના રોજ પાટણ નજીક ઊંઝા હાઈવે પર માંડોત્રી ગામ પાસે કપાઈ રહેલા વૃક્ષો પરથી થઈ રહી છે. ઘટાદાર વૃક્ષ છેદન દરમિયાન હાઇવે પર તોતિંગ ઝાડ પડતા સંખ્યાબંધ વાહનોના પૈડા થંભી ગયા હતા અને બન્ને બાજુ વાહનોની મોટી કતારો લાગી હતી. જોકે સદનસીબે આ વૃક્ષ કટિંગ સમયે કોઈ વાહન પસાર નહિ થતા મોટી દુર્ઘટના ટળી હતી.

પાટણના હાઈવે પર વિકાસના નામે વૃક્ષોનુ નિકંદન
પાટણના હાઈવે પર વિકાસના નામે વૃક્ષોનુ નિકંદન

By

Published : Feb 19, 2020, 9:12 PM IST

પાટણઃ ઊંઝા હાઇવેને ચાર માર્ગીય રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામા આવી છે. પાટણ નજીક માંડોત્રીથી થોડે દૂર રોડની કામગીરીમાં અડચણરૂપ વૃક્ષોને કાપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. વિકાસના નામે લીલાછમ વૃક્ષોનું હાઇવે માર્ગો પર નિકંદન નીકળી રહ્યુ છે. ત્યારે આ કામગીરી દરમિયાન લીમડાના ઘટાદાર વૃક્ષને કાપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે આ દરમિયાન લીમડાનું વૃક્ષ માર્ગ વચ્ચે જ ધરાશાયી થઈ ગયું હતું. આ ઘટનાને પગલે ઊંઝાથી પાટણ તરફ અને પાટણથી ઊંઝા તરફ જતો વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. શાળા કોલેજ તેમજ કામધંધા અર્થે નીકળેલા લોકો ટ્રાફિકમાં ફસાઈ જવાને કારણે ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.

પાટણના હાઈવે પર વિકાસના નામે વૃક્ષોનુ નિકંદન
માર્ગ પર તોતિંગ ઝાડ ધરાશાયી થઈ જવાથી બન્ને તરફ ટ્રાફિકની વરવી સમસ્યા સર્જાઈ હતી. ભારે જહેમત બાદ વૃક્ષને માર્ગ વચ્ચેથી હટાવી લેતા ટ્રાફિકની સમસ્યા હલ થઈ હતી.
પાટણના હાઈવે પર વિકાસના નામે વૃક્ષોનુ નિકંદન

ABOUT THE AUTHOR

...view details