પાટણ : રોટરી કલબ સંચાલિત એસ.કે.બ્લડ બેન્ક દ્વારા કોરોના મહામારીમાં દર્દીઓને રિપ્લેસમેન્ટ વિના રક્તની સેવાઓ પૂરી પાડવામાં આવી છે, ત્યારે બ્લડ બેન્કમાં રક્તની અછત ઊભી થતા રોટરી ક્લબ દ્વારા જનતાને રક્તદાન કરવા માટેની અપીલ કરવામાં આવી હતી.
પાટણ જિલ્લા પંચાયતના કર્મચારીઓએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું - Patan news
જિલ્લા પંચાયત કર્મચારી મંડળ દ્વારા બ્લડ બેન્કના સહયોગથી રક્તદાન કેમ્પ જિલ્લા પંચાયત ભવન ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા પંચાયતના અધિકારી સહિત 25 જેટલા કર્મચારીઓએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કર્યું હતું.
આ અપીલ પાટણ જિલ્લા પંચાયતમાં નાયબ ચિટનીશ તરીકે ફરજ બજાવતા જીગર પટેલના ધ્યાને આવતા તેઓએ કર્મચારીઓ સાથે ચર્ચા કરતા કર્મચારીઓએ પણ તૈયારી બતાવતા જિલ્લા પંચાયત ખાતે બ્લડ બેન્કના સહયોગથી રક્તદાન કેમ્પ સોશિયલ ડિસ્ટન્સ અને ફેસ માસ્ક જેવી તકેદારી સાથે યોજવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા પંચાયતના કર્મચારીઓએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું.
લોકડાઉનના કારણે બ્લડબેન્કમાં ઊભી થયેલી બ્લડની અછતને પહોંચી વળવા જિલ્લા પંચાયતના કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલા રક્તદાનની જિલ્લા વિકાસ અધિકારીએ સરાહના કરી હતી.