ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણ નગરપાલિકામાં ભાજપની સત્તા ડગુમગુ, કોંગ્રેસના 6 સભ્યોએ છેડો ફાડી કરી ઘરવાપસી

પાટણ: ભાજપ શાસિત પાટણ નગરપાલિકામાં પાલિકાના ઉપપ્રમુખે અવિશ્વાસની દરખાસ્ત રજૂ થાય તે પહેલા જ રાજીનામું આપ્યું હતું. જે બાદ પાલિકાના રાજકારણમાં ખળભળાટ મચી ગઈ છે. તો આ સાથે જ 6 સભ્યોએ કોંગ્રેસમાં ઘરવાપસી કરતા ભાજપના પાલિકા પ્રમુખની સત્તા પર સંકટના વાદળો ઘેરાઈ ગયા છે.

પાટણ નગરપાલિકાના ઉપપ્રમુખે આપ્યું રાજીનામું

By

Published : Jul 19, 2019, 6:27 PM IST

પાટણ નગરપાલિકાના કુલ 44 સભ્યો પૈકી 17 સભ્યો ભાજપના છે, જયારે 6 સભ્યો કોંગ્રેસમાંથી અલગ થયેલા છે. જેમના સહારે ભાજપે પાલિકામાં સત્તા હાંસલ કરી હતી.જોકે બાદમાં પાલિકાના ઉપપ્રમુખ વસંત પટેલ સામે ભાજપના જ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરતા અંદરો અંદર જૂથવાદ થયું હતું. જો કે અવિશ્વાસની દરખાસ્તના પગલે પાલિકામાં સામાન્ય સભા મળવાની હતી. સભા શરૂ થાય તે પહેલાં જ ઉપપ્રમુખે રાજીનામું આપ્યું હતું. સત્તધારી પક્ષ સામે બળવો કર્યો હતો, સાથે જ વસંત પટેલ સહિતના 6 સભ્યોએ કોંગ્રેસમાં ઘર વાપસી કરતા પાલિકાના રાજકારણમાં પ્રમુખનું સ્થાન ડામાડોળ બન્યું છે.

પાટણ નગરપાલિકાના ઉપપ્રમુખે આપ્યું રાજીનામું

ઉલ્લેખનીય છે કે, પાલિકા પ્રમુખ મહેન્દ્ર પટેલ પણ કોંગ્રેસમાંથી બળવો કરી કેસરિયો ખેસ ધારણ કરી 23 સભ્યોના સમર્થનથી પાલિકાના પ્રમુખ બન્યા હતા. જો કે હવે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા સભ્યો પરત ઘર વાપસી કરી કોંગ્રેસમાં પરત ફર્યા છે.

ABOUT THE AUTHOR

...view details