ગુજરાત

gujarat

ETV Bharat / state

Padma Shri Award 2022 : પદ્મશ્રી પુરસ્કારમાં પસંદગી પામનાર માલજી દેસાઈનું ધારાસભ્યો દ્વારા સન્માન

પાટણ જિલ્લાના પ્રખર ગાંધીવાદી નેતા માલજીભાઈ દેસાઈને પદ્મશ્રી એવોર્ડ (Maljibhai Desai Padma Shri Award) માટે પસંદગી કરવામાં આવી છે. ત્યારે સમાજના લોકો અને વિવિધ સામાજીક અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા માલજીભાઈ દેસાઈનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું.

Padma Shri Award 2022 : પદ્મશ્રી પુરસ્કારમાં પસંદગી પામનાર માલજી દેસાઈનું કરાયું સન્માન
Padma Shri Award 2022 : પદ્મશ્રી પુરસ્કારમાં પસંદગી પામનાર માલજી દેસાઈનું કરાયું સન્માન

By

Published : Jan 27, 2022, 7:32 AM IST

Updated : Jan 27, 2022, 5:22 PM IST

પાટણ: ભારત સરકાર દ્વારા પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રીય પારિતોષિક પદ્મશ્રી એવોર્ડથી (Padma Shri Award 2022) સન્માનિત કરવા પાટણ જિલ્લાના ઝીલિયા આશ્રમના પ્રણેતા માલજીભાઈ દેસાઈના (Maljibhai Desai Padma Shri Award) નામની જાહેરાત થતાં જ તેમના સમર્થકો અને સમાજના લોકોમાં આનંદની લાગણી છવાઇ છે. ત્યારે સમાજના લોકો અને વિવિધ સામાજીક અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા માલજીભાઈ દેસાઈનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું.

Padma Shri Award 2022 : પદ્મશ્રી પુરસ્કારમાં પસંદગી પામનાર માલજી દેસાઈનું કરાયું સન્માન

માલજીભાઈ દેસાઈએ ઉત્તર ગુજરાતના લોકોને નવી રાહ ચીંધી

88 વર્ષીય વયોવૃદ્ધ માલજીભાઈ દેસાઈ કે જેઓએ આખું જીવન સેવાકાર્ય, શિક્ષણ અને ગાંધીવાદીના સિદ્ધાંતોને વળગી રહી ઉત્તર ગુજરાતના લોકોને નવી રાહ ચીંધી છે, ત્યારે તેવો પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત થવા જઈ રહ્યા છે જેને લઇને ઝીલીયા ગાંધી આશ્રમ ખાતે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

જીવનના ખાટા-મીઠા સંસ્મરણોને વાગોળતા માલજીભાઈ દેસાઈનીઆંખો ભીની થઈ ગઈ

પોતાના જીવનના ખાટા-મીઠા સંસ્મરણોને વાગોળતા માલજીભાઈની આંખો ભીની થઈ હતી. સાથે જ તેઓએ પોતાના સન્માનનો ક્રેઝ સમગ્ર પાટણ પંથક સહિત ઉત્તર ગુજરાતના લોકોને સમર્પિત કરતા ગૌરવ અને આનંદની લાગણી વ્યક્ત કરી હતી.

Padma Shri Award 2022 : પદ્મશ્રી પુરસ્કારમાં પસંદગી પામનાર માલજી દેસાઈનું કરાયું સન્માન

આ પણ વાંચો:Padma Shri award 2022: પાટણના પ્રખર ગાંધીવાદી માલજીભાઈ દેસાઈની પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી

શિક્ષણની જ્યોત પ્રગટાવી તમામ સમાજના લોકોને શિક્ષણ પૂરું પાડ્યું

પાટણના પૂર્વ ધારાસભ્ય અને રબારી સમાજના અગ્રણી એવા રણછોડભાઈ દેસાઈએ માલજીભાઈ દેસાઈનું સન્માન કરી તેઓને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે રણછોડભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, માવજીભાઈએ સમગ્ર જીવન સામાજિક સેવાઓ માટે અર્પણ કર્યું છે અને શિક્ષણની જ્યોત પ્રગટાવી તમામ સમાજના લોકોને શિક્ષણ પૂરું પાડ્યું છે.

માલજીભાઈ દેસાઈ માલધારી સમાજનું ઘરેણું છે : રણછોડભાઈ દેસાઈ

વર્ષોથી ગાંધીવાદી વિચારો દ્વારા આત્મનિર્ભર ભારતના સિદ્ધાંતોને પણ તેઓએ સ્વીકાર્યા છે તેમના આ ઉમદા કાર્યોની નોંધ લઇને કેન્દ્ર સરકારે તેમને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવાનો નિર્ણય કર્યો છે. માવજીભાઈ દેસાઈ માલધારી સમાજનું ઘરેણું છે.

આ પણ વાંચો:Padma Shri Award 2022: ફોરેન્સિક સાયન્સમાં ઉતકૃષ્ટ યોગદાન બદલ જયંતકુમાર વ્યાસની પદ્મશ્રી માટે પસંદગી

માલજીભાઈ દેસાઈને પદ્મશ્રી એવોર્ડ મળવાથી માલધારી સમાજના ઇતિહાસમાં ઉમેરો થશે : ગોવાભાઇ દેસાઇ

ડીસાના પૂર્વ ધારાસભ્ય અને માલધારી સમાજના આગેવાન ગોવાભાઇ માલધારીએ પણ માલજીભાઈ દેસાઈ અને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ ગોવાભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા માલજીભાઇ દેસાઈને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવા માટે પસંદગી કરી છે જે અમારા સમાજ માટે ખુશીનો અવસર છે. સરકારે એક સાચી વ્યક્તિની નોંધ લઇ દેશનો સર્વોચ્ચ એવોર્ડ આપવાનો નિર્ણય કર્યો છે જેનાથી માલધારી સમાજના ઇતિહાસમાં ઉમેરો થશે.

Last Updated : Jan 27, 2022, 5:22 PM IST

ABOUT THE AUTHOR

...view details