ગુજરાત

gujarat

ETV Bharat / state

સિદ્ધપુરના મેળોજ ગામેથી વધુ એક બોગસ તબીબ ઝડપાયો

સિદ્ધપુર પંથકમાં છેલ્લા ઘણા સમયથી આરોગ્ય તંત્રની રહેમ નજર હેઠળ ડીગ્રી વગરના બોગસ તબીબો ઝડપાયાના સમાચાર મળતા હોઇ છે તેમાં એક વધુ સમાચાર સામે આવ્યા છે. સિદ્ધપુર તાલુકાના મેળોજ ગામે ડીગ્રી વગરના બોગસ તબીબ દ્વારા દવાખાનું ખોલી ગ્રામ્ય વિસ્તારના દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યો છે. જેથી સિદ્ધપુર પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરી વધુ એક બોગસ તબીબ મેળોજ ગામેથી ઝડપાયો છે.

સિદ્ધપુરના મેળોજ ગામેથી વધુ એક બોગસ તબીબ ઝડપાયો
સિદ્ધપુરના મેળોજ ગામેથી વધુ એક બોગસ તબીબ ઝડપાયો

By

Published : Aug 24, 2021, 1:29 PM IST

  • સિદ્ધપુરના મેળોજ ગામમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો બોગસ તબીબ ઝડપાયો
  • દવાખાનામાંથી રૂપિયા 47,709 ની એલોપેથિક દવાનો જથ્થો ઝડપાયો
  • દવાઓ સાથે શિફ્ટ ગાડી મળી કુલ રૂપિયા 2,97,907 નો મુદ્દા માલ પોલીસે કબ્જે કર્યો

પાટણ: સિદ્ધપુર પંથકમાં છેલ્લા ઘણા સમયથી આરોગ્ય તંત્રની રહેમ નજર હેઠળ ડીગ્રી વગરના બોગસ તબીબોનો રાફડો ફાટ્યો હોય તેમ તાલુકાના ગામડાઓમાં ડીગ્રી વગરના બોગસ તબીબો દ્વારા દવાખાના ખોલી ગ્રામ્ય વિસ્તારની પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા હોય છે, ત્યારે આવા તબીબોને પકડી પાડવા સિદ્ધપુર પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરી વધુ એક બોગસ તબીબ મેળોજ ગામેથી ઝડપાયો છે.

આ પણ વાંચો:રાજ્યમાં 3 માસમાં 228 બોગસ તબીબો ઝડપાયા, પોલીસ અને આરોગ્ય વિભાગનું સંયુક્ત ઓપરેશન

સિદ્ધપુર પોલીસે ડીગ્રી વગરના બોગસ તબીબને ઝડપ્યો

સિદ્ધપુર તાલુકાના મેળોજ ગામે ડીગ્રી વગરના બોગસ તબીબ દ્વારા દવાખાનું ખોલી ગ્રામ્ય વિસ્તારના દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યો છે. તેવી બાતમી સિદ્ધપુર પોલીસને મળી હતી. જેથી તાલુકાના મેળોજ ગામમાં આવેલા મહાદેવના મંદિર પાસે પ્રજાપતિ પ્રકાશ સોમાભાઈ પાસે કોઈ પણ પ્રકારની ડીગ્રી ન હોવા છતાં જન સમુદાયની જિંદગીને ભયમાં મુકી ડોક્ટર તરીકેનો સ્વાંગ રચી લોકોના સ્વાથ્ય સાથે ગંભીર ચેડા થાય તેવો ગુનો કરી ડોક્ટર તરીકે ઘણા સમયથી પ્રેક્ટિસ કરતો હતો. જેને ઝડપી લેવામાં આવ્યો હતો.

સિદ્ધપુરના મેળોજ ગામેથી વધુ એક બોગસ તબીબ ઝડપાયો

આ પણ વાંચો:Bogus doctor : બનાસકાંઠા જિલ્લામાં વિવાદનું કારણ

ગુજરાત મેડીકલ પ્રેકટીશનર એક્ટ 1967 ની કલમ હેઢળ ગુનો નોંધાયો

પોલીસે બોગસ ડોક્ટરને ઝડપી લઇ તેના દવાખાનામાંથી રૂપિયા 47 હજાર 90ની કિંમતની એલોપેથિક દવાઓ તથા રૂપિયા 2 લાખ 50 હજારની કિંમત વાળી સ્વીફટ ગાડી સહિતના કુલ રૂપિય 2 લાખ 90 હજાર 900 ના મુદ્દામાલ જપ્ત કર્યો હતો, ત્યારબાદ આ બોગસ ડોક્ટરની વધુ પૂછપરછ કરતા આ શખ્સ ડોક્ટર ધર્મેન્દ્ર મહેતા પાટણ વાળાના દવાખાનામાં 12 વર્ષ સુધી કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતો હતો અને ધોરણ-12 સુધી ભણેલો છે. જેથી આ બોગસ તબીબ પર પોલીસ દ્વારા આઈ.પી.સીની કલમ 336 , 456 તથા ગુજરાત મેડીકલ પ્રેકટીશનર એક્ટ 1967 ની કલમ 30 અને 33 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details