ગુજરાત

gujarat

By

Published : May 21, 2021, 6:53 PM IST

ETV Bharat / state

પાટણ જિલ્લામાં માર્કેટયાર્ડ ધમધમતા થયાં

પાટણ જિલ્લામાં વધતા કોરોનાના કેસોને ધ્યાનમાં રાખીને જિલ્લાની તમામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ બંધ કરવામાં આવી હતી, ત્યારે આજે શુક્રવાપે સરકાર દ્વારા તમામ ધંધા-રોજગારની છૂટ આપતા એક મહિના બાદ પાટણ શહેર સહિત જિલ્લાના તમામ માર્કેટયાર્ડ પુનઃ ધમધમતા બન્યાં છે.

પાટણ જિલ્લામાં માર્કેટયાર્ડ ધમધમતા થયાં
પાટણ જિલ્લામાં માર્કેટયાર્ડ ધમધમતા થયાં

  • જિલ્લામાં માર્કેટયાર્ડ પુનઃ કાર્યરત થયા
  • એક મહિના બાદ ખેતીવાડી ઉત્પન્ન બજારના વેપારીઓએ ધંધા-રોજગાર શરૂ કર્યા
  • એક મહિનાથી માર્કેટયાર્ડ બંધ રહેતા 5 માર્કેટ યાર્ડને કરોડોનું નુકસાન
    પાટણ જિલ્લામાં માર્કેટયાર્ડ ધમધમતા થયાં

પાટણઃ જિલ્લામાં ગત 1 મહિનાથી કોરોના સંક્રમણ વધતા સંક્રમણની આ ચેન તોડવા સમગ્ર જિલ્લામાં આંશિક બંધ પાડવામાં આવ્યું હતું. જેમાં ખેતીવાડી ઉત્પન્ન બજારને પણ બંધ કરી દેવામાં આવ્યું હતું. જો કે, સરકારની આંશિક છૂટછાટન જાહેરાત બાદ શુક્રવારથી જિલ્લાના પાટણ, સિદ્ધપુર, ચાણસ્મા, હારિજ અને રાધનપુરના માર્કેટયાર્ડ ફરી એકવાર ધમધમતા થયાં છે. ગત 1 મહિનાથી માર્કેટયાર્ડમાં ખેડૂતોની ઉપજના માલની સદંતર ખરીદી અને વેચાણ બંધ હોવાને કપાટણ માર્કેટયાર્ડને અંદાજે 60 લાખ રૂપિયાની શેષનું નુકસાન થયું હોવાનો અંદાજ સેવાઈ રહ્યો છે. જો કે, માર્કેટયાર્ડમાં માલની આવક શરૂ થશે તેમ તેમ નુકસાની સરભર થવાની આશા માર્કેટયાર્ડના સેક્રેટરી દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ આંશિક નિયંત્રણો હટાવાયાઃ ગાંધીનગરના બજારો ખૂલ્યાં, મીના બજાર પણ ખૂલ્યું

પ્રથમ દિવસે જાણોસોની આવક ઓછી

એક મહિના બાદ પાટણ માર્કેટયાર્ડ શરૂ થતાં પ્રથમ દિવસે જાણોસોની આવક ઓછી રહી હતી. ખાસ કરીને એરંડા અને ઘઉંની આવક રહી હતી.

ABOUT THE AUTHOR

...view details