ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણ રોગચાળાના ભરડામાં, ડેન્ગ્યુના દર્દીઓમાં વધારો - patan civil hospital

પાટણ: રાજ્યમાં કમોસમી વરસાદના કારણે પાટણ રોગચારાના ભરડામાં સપડાયું છે. શહેરની ખાનગી હોસ્પિટલો, સરકારી હોસ્પિટલોમાં વિવિધ રોગોના કેસનો વધારો થઈ રહ્યો છે. ડેન્ગ્યુના કેસની સંખ્યા વધી રહી છે. નાના બાળકો ડેન્ગ્યુનો ભોગ બની રહ્યાં છે. દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તે માટે હોસ્પિટલના સત્તાધીશોએ વધુ ત્રણ નવા વોર્ડ કાર્યરત કર્યાં છે. હોસ્પિટલના બાળરોગ તબીબ, સીડીએમો, આરાએમઓ, સહિતના ડોકટર્સની ટીમ દર્દીઓની સારવારમાં લાગી ગઇ છે.

patan

By

Published : Oct 30, 2019, 4:32 PM IST

પાટણ શહેર અને જિલ્લામાં બેવડી ઋતુ, ડેન્ગ્યુ અને પાણી જન્ય રોગચાળાને કારણે રોગચાળામાં વધારો થયો છે. જેમાં દિવસેને દિવસે દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. પાટણ સિવિલ હોસ્પિટલમાં સપ્ટેમ્બર અને ઓક્ટોબર દરમિયાન 198 દર્દીઓમાંથી 88 ડેન્ગ્યુના પોઝિટિવ કેસો નોંધાયા છે. જ્યારે છેલ્લા એક અઠવાડિયામાં 57માંથી 27 દર્દીઓના ડેન્ગ્યુ પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. આ તમામ દર્દીઓને પાટણ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

પાટણ રોગચાળાના ભરડામાં, ડેન્ગ્યુના દર્દીઓમાં વધારો

પાટણ શહેરમાં ડેન્ગ્યુના કેસો વધી રહ્યાં છે. મોટા ભાગના સ્લમ વિસ્તારોમાં માંદગીમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે પાલિકા તંત્ર દ્વારા સ્વચ્છતા ઉપર ધ્યાન આપી વિવિધ વિસ્તારોમાં નિયમિત સફાઈ કરવી, મહોલ્લા, પોળો અને સ્લમ વિસ્તારોમાં ફોગીગ મશીનથી દવાનો છંટકાવ કરાવવામાં આવે તે જરૂરી છે.

પાટણ જિલ્લાની સરકારી હોસ્પિટલો પૈકી એક માત્ર પાટણ સિવિલ હોસ્પિટલમાં જ પીડિયાટ્રિક તબીબ છે. અન્ય સરકારી હોસ્પિટલોમાં બાળરોગ તબીબની જગ્યાઓ ભરવામાં નહિં આવતા ડેન્ગ્યુના રોગચાળામાં બાળ દર્દીઓ સાથે માતા પિતાની હાલત દયાજનક બની છે. સરકાર દ્વારા કરોડો રૂપિયા ખર્ચીને ધરપુર ખાતે સિવિલ હોસ્પિટલ બનાવી છે. પરંતુ, ધરપુર સિવિલમાં પણ પીડિયાટ્રિકની જગ્યા ખાલી છે. જેથી પાટણ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનું ભારણ વધ્યું છે, ત્યારે ના છૂટકે માતા પિતા પોતાના બાળકોને ખાનગી હોસ્પિટલોમાં દાખલ કરી રહ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details