ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણમાં રાંધણ છઠે શાકભાજીના ભાવમાં ઉછાળો - Patan

પાટણ શહેરમાં રાંધણ છઠને લઈને ગૃહીણીઓની ભીડ સાથે શાકભાજીના ભાવમાં ભારે ઉછાળો આવ્યો હતો અને કમરતોડ મોંઘવારી વચ્ચે શાકભાજીના ભાવ પણ ઊંચકાતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.

રાંધણ છઠે શાકભાજીના ભાવમાં ઉછાળો
રાંધણ છઠે શાકભાજીના ભાવમાં ઉછાળો

By

Published : Aug 28, 2021, 12:56 PM IST

  • શાકભાજીની ખરીદી માટે મહિલાઓની ભીડ
  • શાકભાજીની દરેક વસ્તુઓમાં નોંધપાત્ર વધારો
  • મોંઘવારી અને કોરોનાએ ગરીબ અને મધ્યમ વર્ગની પ્રજાની રોનક છીનવી

પાટણ-રાંધણ છઠને લઈને ગૃહીણીઓની ભીડ સાથે શાકભાજીના ભાવમાં ભારે ઉછાળો આવ્યો હતો અને કમરતોડ મોંઘવારી વચ્ચે શાકભાજીના ભાવ પણ ઊંચકાતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. બે વર્ષ કોરોનાની મહામારી બાદ આ વર્ષે તહેવારોમાં સરકારે કેટલીક છૂટછાટો આપતા પાટણની ઉત્સવ પ્રિય અને ખાણી-પીણીની શોખીન પ્રજા તહેવારો ઉજવવા ઉત્સુક બની છે, ત્યારે ગૃહિણીઓએ ભાવ વધારા વચ્ચે પણ કચવાતા મને વિવિધ પ્રકારની શાકભાજીની ખરીદી કરી હતી.

પાટણમાં રાંધણ છઠે શાકભાજીના ભાવમાં ઉછાળો

આ પણ વાંચો- પાટણમાં શાકભાજીની ખરીદી કરવા મહિલાઓ ઉમટી

મધ્યમ અને ગરીબ વર્ગની પ્રજા માટે મોંઘવારી તેમજ કોરોનાએ રોનક છીનવી લીધી છે

દિવસે દિવસે વધી રહેલી અસહ્ય મોંઘવારીએ પ્રજાને ચિંતામાં મૂકી દીધી છે. મધ્યમ અને ગરીબ વર્ગની પ્રજા માટે મોંઘવારી તેમજ કોરોનાએ રોનક છીનવી લીધી છે. પવિત્ર શ્રાવણ માસમાં આવતા જન્માષ્ટમી પર્વનું અનેરૂ મહત્વ છે. પાંચ દિવસીય તહેવારોની આ શૃંખલામાં રાંધણ છઠના દિવસે વિવિધ વ્યંજનો અને શાકભાજી બનાવી શીતળા સાતમના દિવસે ઠંડુ જમવાની પરંપરા છે. જેને લઇ રાધન છઠના દિવસે ગૃહિણીઓ દ્વારા વિવિધ શાકભાજીની ખરીદી કરવામાં આવે છે.

રાંધણ છઠે શાકભાજીના ભાવમાં ઉછાળો

મોંઘવારીની અસર શાકભાજીના ભાવ પર વર્તાઇ રહી છે

કોરોનાના કારણે ગત બે વર્ષ તહેવારોમાં નિરુત્સાહ રહ્યા બાદ આ વર્ષે કેસ ઘટતા અને સરકારે તહેવારો માટે છૂટછાટ આપતાં પ્રજામાં ઉત્સાહ દેખાઈ રહ્યો છે, પરંતુ લોકો મોંઘવારીના મારથી પિડાઇ રહ્યા છે અને તેની અસર શાકભાજીમાં પણ વર્તાઈ રહી છે. રાંધણ છઠ પહેલા પાટણમાં ટામેટા વીસ રૂપિયે કિલો વેંચાતા હતા, જે આજે 30 રૂપિયાના ભાવે વેચાયા હતા. તેવીજ રીતે કંકોડા 120ને બદલે 200 રૂપિયે, પરવર 30 રૂપિયાના બદલે 40 રૂપિયા, બટાકા 15ના બદલે 20 રૂપિયા અને પત્તરવેલિયા 60 રૂપિયાના ભાવે વેચાયા હતા.

પાટણમાં રાંધણ છઠે શાકભાજીના ભાવમાં ઉછાળો

આ પણ વાંચો- રાંધણ છઠ પૂર્વે ગરીબ દિવ્યાંગ બાળકીઓના વાલીઓને રેશનીંગ કીટ અપાઈ

મહિલાઓએ કચવાતા મને શાકભાજીની ખરીદી કરી

પાટણના વિવિધ શાકભાજીના બજારોમાં ખરીદી માટે ગૃહિણીઓની ભારે ભીડ ઉમટી હતી. ભાવ વધારા વચ્ચે કચવાતા મને વિવિધ શાકભાજીની ખરીદી કરતી મહિલાઓ જોવા મળી હતી. રાંધણ છઠના દિવસે શહેરના વિવિધ શાકભાજીના માર્કેટોમાં શાકભાજીની દરેક વસ્તુમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details