ગુજરાત

gujarat

ETV Bharat / state

Holi 2022 in Patan : પાટણમાં હોળી ધૂળેટી પર્વમાં પરંપરાગત હાયડાની ખરીદીમાં ઓટ - Holi 2022 in Patan

રંગોના પર્વ હોળી ધૂળેટીને (Holi 2022 in Patan )આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. જોકે હોળીની પંરપરાગત ખરીદી નીકળી નથી રહી. બજારોમાં ઠેર ઠેર હાયડા જોવા મળી રહ્યાં છે, પણ ખરીદીમાં ઘટાડો જોવા (Decline in purchase of Holi items in Patan)મળી રહ્યો છે.

Holi 2022 in Patan : પાટણમાં હોળી ધૂળેટી પર્વમાં પરંપરાગત હાયડાની ખરીદીમાં ઓટ
Holi 2022 in Patan : પાટણમાં હોળી ધૂળેટી પર્વમાં પરંપરાગત હાયડાની ખરીદીમાં ઓટ

By

Published : Mar 14, 2022, 5:18 PM IST

પાટણઃ ભારતીય સંસ્કૃતિમાં દરેક વાર તહેવારનું વિશેષ મહત્વ રહેલું છે અને આ તહેવારોની લોકો હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરતા હોય છે. તહેવારોની સાથે કેટલીક ખાસ ચીજવસ્તુઓ પણ વણાયેલી હોય છે જેને લોકો તહેવારોમાં અચૂક યાદ કરે છે. પાટણમાં પણ હોળી ધૂળેટીની ((Holi 2022 in Patan ))ધૂમ સામાન્ય રીતે જોવા મળતી હોય છે.

સો ગ્રામથી લઈને પાંચ કિલો સુધીના હાયડાઓ બજારોમાં જોવા મળી રહ્યા છે

પાટણમાં હોળીની તૈયારીઓ- હોળી ધૂળેટીના (Holi 2022 in Patan ) તહેવારોને અને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે બજારોમાં ધાણી ખજૂરની સાથે સાથે હાયડાઓ પણ બજારોમાં જોવા મળી રહ્યાં છે. હાયડો બનાવવામાં ખાંડનો વિશેષ (Haida recipe )ઉપયોગ થાય છે. ખાંડની ચાસણી એક કઢાઈમાં ઘી ગરમ કરી તેનો રસ તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ લાકડાના બીબામાં ચાસણીને ઢાળવામાં આવે છે અને ગણતરીની મિનિટોમાં ચાસણી ઠરતા હાયડાઓ (Decline in purchase of Holi items in Patan)તૈયાર થઈ જાય છે.

આ પણ વાંચોઃ Holi Festival in Jamnagar : જામનગરના પાર્ટી પ્લોટોમાં હોળી સેલિબ્રેશનને લઈને તૈયારીઓ પુરજોશમાં

હાયડાની બજાર પડી ફિક્કી - હોળી-ધૂળેટીના પર્વમાં હાયડાનું વિશેષ મહત્વ રહેલું છે. સો ગ્રામથી લઈને પાંચ કિલો સુધીના હાયડાઓ બજારોમાં જોવા મળી રહ્યા છે. પરંતુ બદલાતા સમયની સાથે સાથે હવેના સમયમાં હાયડાની ખરીદીનું પ્રમાણ દિવસે દિવસે ઘટી રહ્યું છે.

વેપારીઓ નિરાશ - હાયડાનું ઉત્પાદન કરતા વેપારીએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષે ખાંડના ભાવમાં વધારો થયો હોવા છતાં વાયદાના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. હોલસેલમાં સો રૂપિયા કિલોએ વેચાય છે. હાયડાનું ઉત્પાદન કરવામાં મજૂરી ખર્ચ વધે છે તેની સામે જોઈએ તેવી ખરીદી (Decline in purchase of Holi items in Patan) ગ્રાહકો દ્વારા કરવામાં આવતી નથી અગાઉના સમયમાં હોળીના(Holi 2022 in Patan ) 10 દિવસ પહેલાથી હાયડાની ખરીદી મોટા પ્રમાણમાં થતી હતી પરંતુ હાલમાં માત્ર એક-બે દિવસ જ મર્યાદિત પ્રમાણમાં ખરીદી થાય છે.

આ પણ વાંચોઃ Use of chana in Holi : હોલિકા દહન માટે છાણાનો વેપાર કરતા વિક્રેતાઓને મહેનત પ્રમાણે પૂરતા ભાવ નથી મળતા

ABOUT THE AUTHOR

...view details