પાટણમાં સાર્વત્રિક વરસાદનો માહોલ જામ્યો છે. મોડી રાત્રીથી પાટણમાં વરસાદની શરૂઆત થઇ હતી. ભારે પવન સાથે ધમાકેદાર વરસાદે એન્ટ્રી કરતા લોકોમાં ખુશી જોવા મળી છે. હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે, આજે બીજા રાઉન્ડમાં મેઘરાજાના તોફાની આગમનથી શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.
શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઘુંટણ સમા પાણી ભરાયા છે. જો કે પહેલા રાઉન્ડમાં માત્ર નહીવત વરસાદના કારણે લોકો વરસાદની આતુરતાથી રાહ જોઇ બેઠા હતા. ત્યારે, હાલમાં સર્જાયેલા વરસાદી માહોલને લીધે લોકોમાં આનંદ છવાયો છે. પાટણ શહેર સહીત જીલ્લાના સિદ્ધપુર, સરસ્વતી, ચાણસ્મા,ન હારીજ, રાધનપુર, સાંતલપુર સહીતના તાલુકાઓમાં નોધપાત્ર વરસાદ વરસ્યો છે.