પાટણ જિલ્લામાં થી આગામી 20 મી જુલાઈ ના રોજ હજની યાત્રા માટે મક્કા અને મદીના શરીફ જનાર હજયાત્રીઓ માટે પાટણ સિવિલ હોસ્પિટલમાં રસીકરણ કેમ્પનું આયોજન કરવામા આવ્યુ હતુ. જેમાં ગુજરાત હજકમિટી અને ખાનગી ટુર્ષ દ્વારા હજની સફરે જનારને મગજના તાવની અને ઓરલ પોલીઓના ડ્રોપ્સ આપવામાં આવ્યા હતા.
પાટણમાં મક્કા-મદિના જનાર યાત્રીઓને રસી આપવામાં આવી - Guajarati News
પાટણઃ હાજીખીદમત કમિટી પાટણ અને પાટણ સિવિલ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે બુધવારે સિવિલ હોસ્પિટલ ખાતે હજયાત્રીઓને રસી આપવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં હાજયાત્રીઓએ રસી લીધી હતી.
હજયાત્રિકોને રસી આપવામાં આવી
પાટણ સિવિલ હોસ્પિટલમાં યોજાયેલ રસીકરણ કેમ્પમાં પાટણ શહેર સહિત જિલ્લામાંથી હજની મુસાફરી જનાર 400 યાત્રીકો ને રસી આપવામાં આવી હતી. આ સેવા કેમ્પમાં સિવિલ હોસ્પિટલ સ્ટાફ અને હાજીખીદમત કમિટીના સભ્યોએ સેવાઓ આપી હતી.